પૈસા હી પૈસા..!/ અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણીની મોટી છલાંગ, ગૌતમ અદાણી કરતા આટલા પાછળ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને દેશના બીજા સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ અબજોપતિઓની યાદીમાં મોટી છલાંગ લગાવી છે

Top Stories India Others
7 21 અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણીની મોટી છલાંગ, ગૌતમ અદાણી કરતા આટલા પાછળ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને દેશના બીજા સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ અબજોપતિઓની યાદીમાં મોટી છલાંગ લગાવી છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં મુકેશ અંબાણી 10મા સ્થાનેથી 8મા સ્થાને પહોંચી ગયા છે. 65 વર્ષીય અંબાણીની કુલ સંપત્તિ $84.0 બિલિયન છે. ઉલ્લેખનીય છે કે અંબાણીએ લેરી પેજ અને સર્ગેઈ બ્રિન જેવા અબજોપતિઓને પાછળ છોડી દીધા છે. જયારે ગૌતમ અદાણી આ યાદીમાં ચોથા નંબર પર છે અને તેમની સંપત્તિ 124.4 અબજ ડોલર છે.

ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ઈલોન મસ્ક $207.7 સાથે નંબર વન છે. જયારે બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે, તેમની કુલ સંપત્તિ $ 147.8 છે. એમેઝોનના માલિક જેફ બેઝોસ ત્રીજા સ્થાને છે. બેઝોસની કુલ સંપત્તિ $130.4 બિલિયન છે. ગૌતમ અદાણી ચોથા સ્થાને, બિલ ગેટ્સ પાંચમા સ્થાને, વોરેન બફેટ છઠ્ઠા સ્થાને અને લેરી એલિસન સાતમા સ્થાને છે.

અબજોપતિઓની યાદીમાં સામેલ બંને ભારતીય ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ચે $40.4 બિલિયનનું અંતર છે. એટલે કે મુકેશ અંબાણીની સંપત્તિ હવે ગૌતમ અદાણી કરતા 40.4 બિલિયન ડોલર ઓછી છે. નોંધનીય છે કે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર મુકેશ અંબાણી દુનિયાના 10મા સૌથી અમીર વ્યક્તિ છે.