Not Set/ ઉત્તરપ્રદેશમાં મુખ્તાર અન્સારી અને અતીક અહમદ ની સંપત્તિ પર ઇડી કરી શકે છે કાર્યવાહી

પોલીસે મુખ્તાર અને તેની ગેંગના સભ્યોની 222 કરોડ રૂપિયાની સંપત્તિ અને અતીક અને તેની ગેંગના સભ્યોની લગભગ 350 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે

Top Stories
અન્સારી ઉત્તરપ્રદેશમાં મુખ્તાર અન્સારી અને અતીક અહમદ ની સંપત્તિ પર ઇડી કરી શકે છે કાર્યવાહી

મુખ્તાર અન્સારી અને અતીક અહમદની મિલકતો પણ ઇડી ના રડાર પર છે. યુપી પોલીસ બાદ હવે ઇડીએ પણ મુખ્તાર અને અતીક સામે કાર્યવાહી તેજ કરી છે. પ્રયાગરાજમાં બંને માફિયાઓ સામે કેસ નોંધાવીને ઇડી તેમની મિલકતોની તપાસ કરી રહ્યું છે. ગેરકાયદેસર રીતે હસ્તગત કરેલી સંપત્તિની યાદી બનાવ્યા બાદ ઇડી તેમને જોડી દેશે. ઇડી ની ટીમ ટૂંક સમયમાં મુખ્તારને બાંદા જેલમાં અને અતીકની ગુજરાતની સાબરમતી જેલમાં પૂછપરછ કરશે. આ માટે કોર્ટમાંથી પરવાનગી મેળવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

બંનેની પૂછપરછ દરમિયાન ઇડીના અધિકારીઓ તેમની આવક અને સંપત્તિના સ્ત્રોતો શોધી કાશે. બંનેએ અબજો રૂપિયાનું આર્થિક સામ્રાજ્ય કેવી રીતે બનાવ્યું, તેમનો વ્યવસાય શું છે, તેમની આવકનાં મુખ્ય સ્ત્રોત શું છે? ઇડી આ અંગે માહિતી એકત્રિત કરશે. છેલ્લા ત્રણ મહિના દરમિયાન પોલીસે મુખ્તાર અને તેની ગેંગના સભ્યોની 222 કરોડ રૂપિયાની સંપત્તિ અને અતીક અને તેની ગેંગના સભ્યોની લગભગ 350 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

ઇડી એ બંને વિરુદ્ધ યુપી પોલીસે કરેલી ભલામણના આધારે પ્રયાગરાજમાં કેસ નોંધ્યો હતો, યુપી પોલીસ અને પ્રયાગરાજ અને મઉના સ્થાનિક વહીવટીતંત્રએ બંને માફિયાઓની અબજો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. ત્રણ દાયકા દરમિયાન મુખ્તાર અને અતિકે રાજ્યના અડધો ડઝનથી વધુ શહેરોમાં કરોડો રૂપિયાની જમીન ખરીદી અને વેચી હતી.આ ઉપરાંત  ઘણી મૂલ્યવાન સરકારી જમીનો પણ કબજે કરવલામાં આવ્યો હતો.

યુપી પોલીસની વિનંતીને પગલે, ઇડીએ તે બંને વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તેમની મિલકતો, કંપનીઓ અને બેંક ખાતાઓની તપાસ શરૂ કરી છે, તેમજ યુપી પોલીસ પાસેથી બંનેની જપ્ત કરેલી સંપત્તિઓની વિગતો માંગી છે. આ વિશે માહિતી મેળવ્યા પછી, ઇડી આમાંની ઘણી મિલકતોને એટેચ કરી શકે છે.