National News/ બારાબંકીમાં મુખ્તાર અંસારીના શૂટર શોએબ ઉર્ફે બોબીની હત્ય, એકા એક 10 ગોળી મારી

મુખ્તાર અંસારીના શૂટર શોએબ ઉર્ફે બોબીની (Shoaib Bobby) બારાબંકીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બોબી પર 10 ગોળીઓ ચલાવવામાં આવી હતી. પોલીસ વિભાગ ચોંકી ગયો હતો.

NATIONAL
Mukhtar Ansari shooter, Shoaib Bobby murder

Uttar Pradesh: મુખ્તાર અંસારીના શૂટર શોએબ ઉર્ફે બોબીની (Shoaib Bobby )ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શોએબ ઉર્ફે બોબીને 10 ગોળી વાગી હતી. શોએબ મુખ્તાર અંસારીના ખૂબ જ નજીકના માનવામાં આવતો હતો અને કુખ્યાત લખનૌ જેલર હત્યા કેસમાં આરોપી હતો. હાલમાં શોએબ બારાબંકીમાં વકીલાત કરે છે. નોંધનીય છે કે પૂર્વાંચલના એક મજબૂત નેતા અને અનેક વખત ધારાસભ્ય રહી ચૂકેલા મુખ્તાર અંસારી પર હત્યા, અપહરણ અને ખંડણી સહિતના અનેક ગંભીર ગુનાહિત આરોપો હતા. 2005માં કૃષ્ણાનંદ રાયની હત્યા બદલ તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો અને ત્યારથી તે મુક્ત થયો નથી. મુખ્તારનું 28 માર્ચ, 2024ના રોજ બાંદા જેલમાં અવસાન થયું હતું, જેનું કારણ હૃદયરોગનો હુમલો હોવાનું જાણવા મળ્યું હતું.

બારાબંકીના વ્યસ્ત વિસ્તારમાં ધોળા દિવસે હત્યા

શોએબ ઉર્ફે બોબી, (Shoaib Bobby) પૂર્વ શક્તિશાળી નેતા મુખ્તાર અંસારીની ગેંગ સાથે સંકળાયેલો હોવાનું માનવામાં આવે છે. તેના પર લખનૌ જેલર હત્યા કેસ સહિત અનેક ગુનાહિત કેસોમાં આરોપી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બારાબંકી જિલ્લાના એક વ્યસ્ત વિસ્તારમાં ધોળા દિવસે બની હતી. લખનૌ-અયોધ્યા હાઇવે પર અસૈની વળાંક પાસે મોટરસાઇકલ પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ શોએબ પર નજીકથી ગોળીબાર કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ શોએબને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હુમલાખોરો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે.

Shoaib Bobby
Shoaib Bobby

શોએબ ડ્રાઇવિંગ સીટ પર મૃત હાલતમાં મળી આવ્યો હતો.

બારાબંકીના એસપી અર્પિત વિજયવર્ગીયએ જણાવ્યું હતું કે પોલીસને માહિતી મળી હતી કે અસૈની વળાંક પાસે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. એસપીએ કહ્યું, “ઘટનાસ્થળે પહોંચ્યા પછી, પોલીસને વાદળી બલેનો કારની ડ્રાઇવર સીટ પર એક વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો હતો અને તેના શરીર પર ગોળીઓના નિશાન હતા. તેના મૃતદેહને શબઘરમાં લઈ જવામાં આવ્યો છે. ફોરેન્સિક ટીમ અને પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ વ્યક્તિની ઓળખ કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી શોએબ કિદવઈ તરીકે થઈ છે અને તે હિસ્ટ્રીશીટર છે. તે મુખ્તાર અંસારી ગેંગ સાથે સંકળાયેલો છે અને તેની સામે પાંચ કે છ કેસ નોંધાયેલા છે.”


આ પણ વાંચો:યુપીમાં આતંક ફેલાવનારા ડોન મુખ્તાર અંસારી અને અતીક અહેમદનો આવ્યો અંત, બંને માફિયાઓની પત્નીઓ ફરાર

આ પણ વાંચો:ઉત્તરપ્રદેશમાં માફિયાઓ પર બુલડોઝરનો સફાયો, મુખ્તાર અંસારી સાથે માફિયારાજનો ખાતમો

આ પણ વાંચો:જેલર વીરેન્દ્ર કુમાર માટે 4 દિવસમાં 4 જેલ બદલાઈ, મુખ્તાર અંસારીનો પડછાયો તેમનો પીછો નથી છોડતો