સુરેન્દ્રનગર/ મુળી નું સરલા ગામ બન્યું સેવા નું એપીસેન્ટર, યુવાનોએ શરૂ કર્યું રાહતદરે દાડમ મોસંબી નું વિતરણ

દેવજી ભરવાડ, મંતવ્ય ન્યુઝ… સુરેન્દ્રનગર મુળી તાલુકાનાં ગામોમાં કોરાના નાં કેસમાં દિનપ્રતિદિન વધારો થ‌ઈ રહ્યો છે. ત્યારે ફ્રુટ નાં કૃત્રિમ ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે સરલા નાં યુવાનો દ્વારા જાહેર માં સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે અને દર્દી ઓ ને રાહતદરે મોસંબી સંતરા દાડમ મળી રહે તે માટે સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરી છે જેમાં […]

Gujarat Others
Untitled 330 મુળી નું સરલા ગામ બન્યું સેવા નું એપીસેન્ટર, યુવાનોએ શરૂ કર્યું રાહતદરે દાડમ મોસંબી નું વિતરણ

દેવજી ભરવાડ, મંતવ્ય ન્યુઝ… સુરેન્દ્રનગર

મુળી તાલુકાનાં ગામોમાં કોરાના નાં કેસમાં દિનપ્રતિદિન વધારો થ‌ઈ રહ્યો છે. ત્યારે ફ્રુટ નાં કૃત્રિમ ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે સરલા નાં યુવાનો દ્વારા જાહેર માં સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે અને દર્દી ઓ ને રાહતદરે મોસંબી સંતરા દાડમ મળી રહે તે માટે સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરી છે જેમાં દાડમ પ્રતિ કીલો ૩૦ રૂપિયા મોસંબી પ્રતિ કિલો ૮૦ રૂપિયા નાં રાહતદરે વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે. યુવાનો નાં ગૃપ નાં અક્ષય પટેલે જણાવ્યું હતું કે હાલ માં ગામડામાં ફ્રુટ મળતા નથી અને એ માટે શહેરમાં જવું પડતું હતું એટલે યુવાનો ને વિચાર આવ્યો અને અમલમાં મુકયો છે અમે નહીં નફો નહીં નુકસાન ધ્યાનમાં રાખીને આ સ્ટોલ ખુલ્લો મુકવામાં આવ્યો છે અને આજુબાજુના ગામના લોકો આ લાભ લઈ ને હાલ આશિર્વાદ આપી રહ્યા છે જરૂર પડે વધુ સ્ટોલ પણ ઉભા કરવામાં આવશે
આ રાહતદરે ફ્રુટ મળતા દર્દીઓ નાં પરિવારોને સરળતા પડી રહી છે.Untitled 46 મુળી નું સરલા ગામ બન્યું સેવા નું એપીસેન્ટર, યુવાનોએ શરૂ કર્યું રાહતદરે દાડમ મોસંબી નું વિતરણ