Mulubhai Kandoriya/ જામનગરના મૂળુ કંડોરિયા પણ છોડી શકે છે કોંગ્રેસનો સાથ, આજે કેસરિયા કરે તેવી સંભાવના

અત્યારે સમગ્ર વિશ્વમાં મંદી છે, પરંતુ ભારતીય અર્થતંત્રમાં તેજી છે. આ જ રીતે લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે બીજા બધા રાજકીય પક્ષોમાં મંદી છે, પરંતુ ભાજપમાં તેજી છે. ભાજપમાં ચાલતુ ભરતી અભિયાન અટકતું જ નથી.

Top Stories Gujarat Rajkot
YouTube Thumbnail 2024 03 05T120618.556 જામનગરના મૂળુ કંડોરિયા પણ છોડી શકે છે કોંગ્રેસનો સાથ, આજે કેસરિયા કરે તેવી સંભાવના

ગાંધીનગરઃ અત્યારે સમગ્ર વિશ્વમાં મંદી છે, પરંતુ ભારતીય અર્થતંત્રમાં તેજી છે. આ જ રીતે લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે બીજા બધા રાજકીય પક્ષોમાં મંદી છે, પરંતુ ભાજપમાં તેજી છે. ભાજપમાં ચાલતુ ભરતી અભિયાન અટકતું જ નથી. ગઇકાલે જ અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા જેવા દિગ્ગજ કોંગ્રેસી નેતાઓએ હાથ છોડી કમળને ધારણ કર્યુ છે. હવે આજે કોંગ્રેસના વધુ એક નેતા કેસરિયો ધારણ કરી શકે છે.

છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને જામનગરના મૂળુ કંડોરિયા આજે કેસરિયા કરે તેવી પ્રબળ સંભાવના છે. તેઓ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને આજે જ ભાજપમાં જોડાઈ શકે છે. આ રીતે જ ચાલતુ રહ્યું તો કોંગ્રેસને લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો શોધવાના પણ ફાંફા પડી શકે છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવવાની છે તે જ સમયે કોંગ્રેસમાંથી એક પછી પડતા રાજીનામા રાહુલ ગાંધીને રીતસરનો સંદેશો આપી રહ્યા છે કે પક્ષમાં કેટલો અસંતોષ છે. પક્ષનું હાઈ કમાન્ડ પ્રાદેશિક સ્તરે કાર્યકરોથી લઈને તેના આગેવાનોની સુધ લેવામાં નિષ્ફળ ગયું છે.

મૂળુ કંડોરિયાએ તો પ્રસારમાધ્યમો સમક્ષ ભાજપમાં જોડાવવાની વાત પણ કરી દીધી છે. મોટાભાગે તો તે આજે જ કેસરિયો ધારણ કરી લેશે. તેની સાથે બીજી મહત્વની વાત એ છે કે ભાવનગર જિલ્લાના દિગ્ગજ કોંગ્રેસી આગેવાન અને ભૂતપૂર્વ વિધાનસભ્ય કનુ કળસરિયા પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ