IPL 2022/ મુંબઇએ રાજસ્થાનને 5 વિકેટથી હરાવ્યું,નવ મેચ બાદ પ્રથમ જીત

IPL 2022 ની 44મી મેચ સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ અને રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી

Top Stories Sports
6 33 મુંબઇએ રાજસ્થાનને 5 વિકેટથી હરાવ્યું,નવ મેચ બાદ પ્રથમ જીત

IPL 2022 ની 44મી મેચ સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ અને રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે જીત મેળવી હતી. મુંબઈની ટીમે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યું હતું. IPLની 15મી સિઝનમાં સતત 8 મેચ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સને આ જીત મળી છે.

બર્થડે બોય રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને જોસ બટલરની અડધી સદીની મદદથી 158 રન બનાવ્યા હતા. મુંબઈએ 159 રનનો ટાર્ગેટ 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા 2 જ્યારે ઈશાન કિશન 26 રન બનાવીને આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવે શાનદાર અડધી સદી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવ 51 રન બનાવીને આઉટ થયો હતો. બે બોલ બાદ તિલક વર્મા 35 રન બનાવીને આઉટ થયો હતો. કિરોન પોલાર્ડ 10 રન બનાવીને આઉટ થયો હતો. ટિમ ડેવિડ 20 અને સેમ્સ 6 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા.

પડિક્કલ (15) અને સેમસન (16) રન બનાવીને ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી બટલરે મિશેલ (17) સાથે ઇનિંગ્સને સંભાળી હતી પરંતુ બંને બેટ્સમેન રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. બટલરે 48 બોલમાં તેની અડધી સદી પૂરી કરી હતી, પરંતુ તેણે રિતિકની ઓવરમાં સતત ચાર સિક્સર ફટકારીને તેની સ્ટ્રાઇક રેટ વધારી દીધી હતી. બટલરે 52 બોલમાં 67 રન બનાવ્યા હતા. અંતે, અશ્વિને 9 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 21 રનની તોફાની ઇનિંગ રમીને ટીમને 150 ની પાર પહોંચાડી દીધી હતી. મુંબઈ તરફથી હૃતિક અને મેરેડિથે 2-2 વિકેટ લીધી હતી.