સહાય/ બિપરજોય વાવાઝોડાથી રાજયમાં થયેલા નુકશાન મામલે ગુજરાત સરકારે અસરગ્રસ્ત જિલ્લા માટે સહાય જાહેર કરી

બિપરજોય વાવાઝાડાની અસર સમગ્ર ગુજરાત પર વર્તાઇ છે. પરંતુ સૌથી વધારે અસર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં થઇ છે. વાવાઝોડા અને પછીથી ધોધમાર વરસાદના કારણે ઉત્તર ગુજરાતમાં ભારે નુકશાન થયું છે

Top Stories Gujarat
6 1 2 બિપરજોય વાવાઝોડાથી રાજયમાં થયેલા નુકશાન મામલે ગુજરાત સરકારે અસરગ્રસ્ત જિલ્લા માટે સહાય જાહેર કરી

બિપરજોય વાવાઝોડાની સહાય જાહેર
ગુજરાત સરકારે સહાયની કરી જાહેરાત
ઘરવખરી માટે 7 હજાર સહાય કરાશે
સંપુર્ણ મકાન નુકશાન માટે 1.20 લાખ
મકાનના આશિંક નુકશાન માટે 15 હજાર
કાચા મકાનને આશિંક નુકશાન માટે 10 હજાર

બિપરજોય વાવાઝાડાની અસર સમગ્ર ગુજરાત પર વર્તાઇ છે. પરંતુ સૌથી વધારે અસર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં થઇ છે. વાવાઝોડા અને પછીથી ધોધમાર વરસાદના કારણે ઉત્તર ગુજરાતમાં ભારે નુકશાન થયું છે.બિપરજોય વાવાઝોડું સક્રીય થઇ રહ્યું છે તેની ખબર પહેલાથી હતી, માટે તંત્ર પણ બધીય રીતે સજ્જ હતું છતાં પણ જે થવાનું હતું એ થઇને જ રહ્યું. વાવાઝોડાની અસરના પગલે ઉત્તર ગુજરાતના ગામોમાં ભારે તબાહી સર્જાઇ છે. કોઇના ખેતરો પાણીમાં ગરકાવ થયા તો કોઇના ઘર તુટી ગયા, તો વળી કોઇએ પોતાના વ્હાલા પશુ ખોવાનું દુઃખ સહન કરવું પડ્યું.રાજ્ય સરકારે અસરગ્રસ્ત જિલ્લા ઓ માટે સહાય કરી જાહેરSdrf ના નોમ્સ મુજબ સહાય ની કરી જાહેરાત

કપડાં અને ઘરવખરી સહાય...
અસરગ્રસ્ત વિસ્તાર માં કુટુંબ દીઠ કપડાં સહાય તરીકે 2,500 ઘરવખરી સહાય તરીકે 2500.. એટલે કુલ 5000 આપવામાં આવશે, તેમજ રાજ્ય સરકાર ના બજેટ માંથી 2000 મળી કુલ 7હજાર ચૂકવવાનું નક્કી કરાયું.

મકાન સહાય

સંપૂર્ણ નાશ પામેલ, અથવા મોટું નુકશાન પામેલ મકાન માટે sdfr માં નોમસ મુજબ 1,20હજાર ની સહાય આપવામાં આવશે આ ઉપરાંત અંશતઃ નુકશાન પામેલ પાકા રહેણાક માટે જો (ઓછામાં ઓછું 15ટકા નુકશાન હોય તો જ મળવા પાત્ર)sdrf ના નોમ્સ મુજબ 6,500રાજ્ય સરકાર ના બજેટ માંથી 8,500 એમ કુલ 15હજાર  ચૂકવાશે આંશિક રીતે નુકશાન પામેલ કાચા મકાન sdrf મુજબ 4,હજાર અને રાજ્ય સરકાર તરફ થી6 હજાર એમ કુલ 10હજાર ની સહાય અપાશે સંપૂર્ણ નાશ પામેલ કે આંશિક રીતે નુકશાન પામેલ ઝૂપડા ને sdrf મુજબ 8હજાર, અને રાજ્ય સરકાર તરફ થી 2હજાર એમ કુલ 10હજાર સહાય ચૂકવાશે ઘર સાથે સંકળાયેલ સેડ ને થયેલ નુકશાન sdrf મુજબ 3હજાર અને રાજ્ય સરકાર તરફ થી 2હજાર એમ કુલ 5હજાર ની સહાય ચૂકવવાની જાહેરાત કરાઇ છે.