મુંબઈમાં આગ/ મુંબઈના લાલબાગ વિસ્તારમાં આવેલા રેસિડેન્શિયલ બિલ્ડીંગના 19માં માળે આગ

બિલ્ડીંગના 19માં માળે આગ લાગવાનો બનાવ નોંધાયો છે. આ મુંબઈના લાલબાગ સ્થિત અવિગના પાર્કમાં આવેલા હાઈરાઈઝ બિલ્ડીંગમાં લાગી છે. આ આગ લેવલ ત્રણની માનવામાં આવી રહી છે.

Top Stories India
mumbai fire મુંબઈના લાલબાગ વિસ્તારમાં આવેલા રેસિડેન્શિયલ બિલ્ડીંગના 19માં માળે આગ

મુંબઈના લાલબાગ વિસ્તારમાં આવેલા પ્રીમીયમ રેસિડેન્શિયલ બિલ્ડીંગમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની  સાત ગાડીઓ ઘટના સ્થળે પહોચી ગઈ છે.  પ્રાપ્ત માહિતી પ્રમાણે બિલ્ડીંગના 19માં માળે આગ લાગવાનો બનાવ નોંધાયો છે. આ મુંબઈના લાલબાગ સ્થિત અવિગના પાર્કમાં આવેલા હાઈરાઈઝ બિલ્ડીંગમાં લાગી છે. આ આગ લેવલ ચોથાની માનવામાં આવી રહી છે.

બિલ્ડીંગ 60 માળની છે તેના 19માં માળે આગ લાગવાનો બનાવ બન્યો છે. હજુ સુધી આગ લાગવાનું કારણ અકબંધ છે. મહત્વની વાત એ છે કે, જો આગને જલ્દીથી જલ્દી નહીં બુજાવવામાં આવે તો મોટું નુકસાન થવાની સંભાવના રહેલી છે.

fire mumbai મુંબઈના લાલબાગ વિસ્તારમાં આવેલા રેસિડેન્શિયલ બિલ્ડીંગના 19માં માળે આગ

વિડીયોમાં બિલ્ડીંગમાંથી એક વ્યક્તિ આગથી બચવા માટે બાલ્કનીમાંથી લટકતો દેખાઈ રહ્યો છે ત્યારબાદ નીચે પડી જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે વ્યક્તિનું નામ અરુણ તિવારી છે અને 30 વર્ષીય છે.