Political/ મનપા ચૂંટણીને લઈને કોંગ્રેસે પણ કસી કમર, વિવિધ પાલિકાઓ માટે નિમાયા ઓબ્ઝર્વર…

મનપા ચૂંટણીને લઈને કોંગ્રેસે પણ કસી કમર, વિવિધ પાલિકાઓ માટે નિમાયા ઓબ્ઝર્વર…

Gujarat
ધાનેરા નગરપાલિકા 1 મનપા ચૂંટણીને લઈને કોંગ્રેસે પણ કસી કમર, વિવિધ પાલિકાઓ માટે નિમાયા ઓબ્ઝર્વર...

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરુ થઇ ચુકી છે. ભાજપ-કોંગ્રેસ સહીત અન્ય આપ પણ હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સક્રિય બની રહી છે. ત્યારે સત્તાધારી ભાજપની સાથે પેટાચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી છે.

કોંગ્રેસે કરી મનપાની ચૂંટણી માટે ઓબ્ઝર્વરની નિયુક્તિ કરી છે. અમદાવાદના નિરીક્ષક તરીકે 5 લોકોની નિયુક્તિ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી માટે સી.જે ચાવડા, યુનુસ પટેલ, દીપક બાબરિયા, અલકાબેન પટેલ અને નિરંજન પટેલની નિયુક્તિ કરવામાં આવી છે.

વડોદરાના નિરીક્ષક તરીકે ગૌરવ પંડયા અને ઇન્દ્રવિજય ગોહિલની નિયુક્તિ કરવામાં આવી છે. તો જામનગર માટે ખુરશીદ શેખ અને રાજુ પરમારની અને ચંદ્રિકાબેન ચુડાસમાની જામનગર નિરીક્ષક તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. સુરતના નિરીક્ષક તરીકે ગ્યાસુદ્દીન શેખ અને વિરજી ઠુમ્મર ને સુરતની જવાબદારી સોપવામાં આવી છે. રાજકોટના નિરીક્ષક તરીકે શૈલેષ પરમાર અને અમી યાજ્ઞિકને જવાબદારી સોપી છે. ભાવનગરના નિરીક્ષક તરીકે હિંમતસિંહ પટેલ અને સાગર રાયકાની જવાબદારી સોપી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 6 મહાનગર પાલીકા અને 51 નગરપાલિકાની આવનારા સમયમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ત્યારે 5મી જાન્યુઆરીએ મતદાર યાદીની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ કરાશે. અને આખરી મતદાર યાદી જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…