અમદાવાદ-સાઉથ ઝોન/ દબાણ ખાતુ જ દબાણ હેઠળઃ અમદાવાદના સાઉથ ઝોનની મ્યુનિ. ઓફિસની બહાર જ દબાણો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેર ને દબાણ મુક્ત કરવાની મોટી મોટી વાતો કરે છે. પરંતુ પોતાની જ ઓફિસના બહાર થતા દબાણો હટાવવા માટે દોરીઓ લગાવી પડે છે. દક્ષિણ ઝોન કચેરી બહાર વધતા દબાણોથી ઓફિસના મુખ્ય દરવાજા પાસે દોરી લગાવી રાખે છે.

Ahmedabad Gujarat
Ahmedabad Southzone દબાણ ખાતુ જ દબાણ હેઠળઃ અમદાવાદના સાઉથ ઝોનની મ્યુનિ. ઓફિસની બહાર જ દબાણો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેર ને દબાણ મુક્ત કરવાની Ahmedabad-South Zone મોટી મોટી વાતો કરે છે. પરંતુ પોતાની જ ઓફિસના બહાર થતા દબાણો હટાવવા માટે દોરીઓ લગાવી પડે છે. દક્ષિણ ઝોન કચેરી બહાર વધતા દબાણોથી ઓફિસના મુખ્ય દરવાજા પાસે દોરી લગાવી રાખે છે. દબાણ દિવસે ને દિવસે વધી રહ્યા છે. બાજુમાં આવેલા સી એન જી પમ્પ ના લીધે રીક્ષાઓ અને વાહનો નો ત્રાસ વધ્યો છે.

દક્ષિણ ઝોન ની એકદમ બાજુમાં એલ જી હોસ્પિટલ આવેલી છે. Ahmedabad-South Zone આ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ પણ દબાણોના લીધે માંડ-માંડ જી શકે છે. એમ્બ્યુલન્સમાં દર્દીને લઈને આવનારાનાસગાઓએ જાતે ટ્રાફિક હટાવવાની કવાયત કરવી પડે છે. હોસ્પિટલના મુખ્ય દરવાજે જ આટલો ટ્રાફિક હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી..એલજી હોસ્પિટલમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ અને એમ્બ્યુલન્સ આવે છે તે તમામ પરેશાન થઇ રહ્યા છે.છતાં પણ કોર્પોરેશન નું કે પોલીસ તંત્ર આ મામલે કડક કાર્યવાહી કરતા નથી..લોકો આ ટ્રાફિક સમસ્યાથી હેરાન પરેશાન થઇ ચુક્યા છે.. શહેરને દબાણ મુક્ત કરવામાં જાણે કે વૈદ્યના ખાટલે જ હોય એવો ઘાટ સર્જાય રહ્યો છે.

આના પરથી સ્પષ્ટ દેખાય છે કે બીજા દબાણો અને અતિક્રમણો દૂર કરવા માટે Ahmedabad-South Zone ઉત્સાહિત બનતું મ્યુનિસિપલ તંત્ર પોતાની ઓફિસની બહારના જ દબાણો અંગે કેટલું બેપરવા છે. આ એક રીતે ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવી નીતિ છે. હવે જે વ્યક્તિ પણ કોર્પોરેશનની આ પ્રકારની કામગીરી જુએ તેને ચોક્કસ આશ્ચર્યની સાથે થોડી તકલીફ પણ લાગશે.

આમ દબાણ હટાવ ઝુંબેશ કોર્પોરેશનના દરવાજાની બહાર જ ફિસડ્ડી થઈ જતી લાગે છે. Ahmedabad-South Zone કદાચ કોર્પોરેશને સમજવું પડશે કે તેની ઓફિસની બહાર પણ જે રીતે વાહનોનો ખડકલો થઈ રહ્યો છે તેને પણ દબાણ જ કહેવાય. શું કોર્પોરેશન આને દબાણ ગણે છે ખરું. વારંવારના ટ્રાફિક જામની સમસ્યાનો કોર્પોરેશન સર્વગ્રાહી ઉકેલ આ રીતે તો નહીં જ લાવી શકે. આ તકલીફ ટ્રાફિક વિભાગ પર નાખીને કોર્પોરેશન પોતાની જવાબદારીમાંથી છટકી જઈ ન શકે. ફક્ત ઓફિસની બહાર દોરીઓ બાંધી દેવાથી દબાણની સમસ્યા દૂર થઈ જશે. શું આને સમસ્યાનો ઇલાજ કહેવાય કે સમસ્યાને ચાદર નીચે સંતાડી દેવાનો અભિગમ કહેવાય.

આ પણ વાંચોઃ ગાવસ્કર-ધોની/ CSK Vs KKR ગેમ પછી સુનીલ ગાવસ્કર એમએસ ધોની પાસે ગયા, શર્ટ પર તેનો ઓટોગ્રાફ લીધો

આ પણ વાંચોઃ માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના/ પિતાએ ત્રણ માસની બાળકીને હવામાં ઉછાળી, પંખામાં આવી જતા મોત

આ પણ વાંચોઃ થાઇલેન્ડ-વિપક્ષનો વિજય/ થાઇલેન્ડમાં મતદારોએ લશ્કર સમર્થિત સરકાર નકારીઃ વિપક્ષનો જંગી વિજય