સુરત/ સુરત : પાંડેસરામાં ભીડ ભંજન આવાસ પાસે હત્યાની ઘટના : બે મિત્રો ઈજાગ્રસ્ત

સુરત ના પાંડેસરા વિસ્તાર માં આવેલ ભીડ ભંજન આવાસ ખાતે ખૂની ખેલ ખેલાયો હતો. મોડી રાત્રે બે લોકો લાકડા અને લોખંડ ના સળિયા સાથે આવ્યા હતા. જ્યાં વિશાલ નામના ઈસમ ને બેફામ માર માર્યો હતો જેને બચાવવા જતા તેમના બે મિત્ર ને પણ લાકડાના ફાટક માર્યા હતા ત્રણેય ને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. […]

Gujarat Surat
હત્યાની

સુરત ના પાંડેસરા વિસ્તાર માં આવેલ ભીડ ભંજન આવાસ ખાતે ખૂની ખેલ ખેલાયો હતો. મોડી રાત્રે બે લોકો લાકડા અને લોખંડ ના સળિયા સાથે આવ્યા હતા. જ્યાં વિશાલ નામના ઈસમ ને બેફામ માર માર્યો હતો જેને બચાવવા જતા તેમના બે મિત્ર ને પણ લાકડાના ફાટક માર્યા હતા ત્રણેય ને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમાં વિશાલ ને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયું હતું. સમગ્ર મામલે પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરતમાં હત્યાઓના કિસ્સાઓમાં વધારો થયો છે. અસામાજિક તત્વો બેફામ થયા છે અને તેમને પોલીસનો કોઈ ખોફ ના હોય તે પ્રકાર ની ઘટના બની રહી છે.તેવામા સુરત ના પાંડેસરા વિસ્તાર માં ફરી ખૂની ખેલ ખેલાયો હતો. પાંડેસરા વિસ્તારમાં આવેલા ભીડ ભંજન આવાસમાં ત્રણ યુવાન બેઠા હતા તે દરમ્યાન વિશાલ નામનો યુવાન મોડી રાત્રે ગેટ પાસે કામ હોવાનું જણાવી ગેટ પર ગયો હતો.

જ્યા બે લોકો લાકડાના ફટકા અને લોખંડ ના સળિયા લઈ ને આવ્યા હતા તેણે જાહેર માં વિશાલને ઢોર માર માર્યો હતો. એટલું જ નહી તેમના બે મિત્રો વિશાલ ને માર મારતા બચાવવા જતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો. જેને લઈ ત્રણેયની હાલત ગંભીર હતી ઈજાગ્રસ્ત અવસ્થામા હોસ્પિટલ ખસેડાતા ટૂંકી સારવાર દરમ્યાન વિશાલ શંકર ગર્ગ નામના 24 વર્ષીય યુવક નું મોત થયું હતું.

ઘટના બનતા તાત્કાલિક પોલીસ ને જાણ કરાઈ હતી શા માટે વિશાલ ને માર મારવામાં આવ્યો તે કારણ હજુ અકબંધ છે. પરંતુ માર મારનાર બુટલેગર રાકેશ અને હરીશ હોવાનું વિશાલના મિત્ર કૃણાલે જણાવ્યું હતું. હાલ ઘટના ને લઈ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હત્યારાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 સુરત : પાંડેસરામાં ભીડ ભંજન આવાસ પાસે હત્યાની ઘટના : બે મિત્રો ઈજાગ્રસ્ત


આ પણ વાંચો:અમેરિકા મોકલવાના કબૂતરબાજી કૌભાંડમાં ફરાર આરોપી ઝડપાયો

આ પણ વાંચો:જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને ISP દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત