Mahashivratri 2024/ મહાશિવરાત્રી પર્વ પર મહારાષ્ટ્રમાં આવેલ ભીમાશંકર જ્યોર્તિલિંગની લો અવશ્ય મુલાકાત, તમામ મનોકામના થશે પૂર્ણ

મહાશિવરાત્રી પર્વ આ વર્ષે 8મી માર્ચે ઉજવવામાં આવશે. હિંદુધર્મમાં મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે આવતી મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. કહેવાય છે કે શિવરાત્રીના દિવસે પ્રથમ જ્યોતિર્લિંગનો ઉદ્ભવ થયો હોવાથી આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે.

Trending Dharma & Bhakti
YouTube Thumbnail 2024 02 27T160747.352 મહાશિવરાત્રી પર્વ પર મહારાષ્ટ્રમાં આવેલ ભીમાશંકર જ્યોર્તિલિંગની લો અવશ્ય મુલાકાત, તમામ મનોકામના થશે પૂર્ણ

મહાશિવરાત્રી પર્વ આ વર્ષે 8મી માર્ચે ઉજવવામાં આવશે. હિંદુધર્મમાં મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે આવતી મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. કહેવાય છે કે શિવરાત્રીના દિવસે પ્રથમ જ્યોતિર્લિંગનો ઉદ્ભવ થયો હોવાથી આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે. શિવ ભક્તો માટે દરમહિને આવતી શિવરાત્રીનું ખૂબ મહત્વ છે. જો કે મહા માસમાં આવતી શિવરાત્રીની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓ વ્રત, તપ અને ઉપવાસ કરી ભગવાન શિવની આરાધના કરે છે. આ દિવસે અનેક શિવભક્તો 12 જ્યોતિર્લિંગોમાંથી એક જ્યોતિર્લિંગની અવશ્ય મુલાકાત લેતા હોય છે. ભગવાન શિવની પૂજા માટે મહત્વના એવા તમામ 12 જ્યોતિર્લિંગ દેશના જુદા-જુદા સ્થાનો પર આવેલા છે. જ્યારે મહારાષ્ટ્રમાં આવેલ ભીમાશંકર મંદિરની આ દિવસે મુલાકાત કરવાથી શ્રદ્ધાળુઓને શુભ પરિણામ જરૂર મળે છે.

ભીમાશંકર જ્યોર્તિલિંગ

મહારાષ્ટ્રમાં આવેલ ભીમાશંકર જ્યોર્તિલિંગ 12 જ્યોતિર્લિંગમાંથી છઠ્ઠું જ્યોતિર્લિંગ છે. આ મંદિર મહારાષ્ટ્રના પુણેથી લગભગ 110 કિલોમીટરના અંતરે આવેલું છે. કહેવાય છે કે આ મંદિરોમાં જઈને ભગવાન શિવની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. ભીમાશંકર જ્યોતિર્લિંગમાં સૂર્યોદય પછી જે વ્યક્તિ ભગવાન શિવની સાચા હૃદયથી પૂજા કરે છે તેને તેના તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. કહેવાય છે કે આ મંદિરમાં આજે પણ ભગવાન શિવનો વાસ છે. આ મંદિર સુધી કેવી રીતે પંહોચવું અમે તમને તેનો સરળ માર્ગ બતાવીશું જેથી કોઈ સમસ્યા ના નડે.

શ્રી ભીમાશંકર જયોર્તિલિંગનું માહાત્મય. - The Astro Code

મુસાફરી કરતા જરૂર ધ્યાનમાં રાખો

છઠ્ઠા જ્યોર્તિલિંગ એવા ભીમાશંકર મંદિરની તમે મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો જરૂર ધ્યાન રાખો. આ માટે તમે ફ્લાઇટ દ્વારા મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો ભીમાશંકર પહોંચવા માટે તમારે પુણે એરપોર્ટ પર ઉતરવું પડશે. એરપોર્ટથી મંદિરનું અંતર 125 કિલોમીટર છે. અહીં પહોંચ્યા પછી, તમને મંદિર જવા માટે સરળતાથી ખાનગી ટેક્સી અથવા બસ મળી જશે.

રેલ્વે મુસાફરી સરળ

જો તમારે ટ્રેન દ્વારા ભીમાશંકર મંદિર પહોંચવા માંગતા હોવ તો પૂણે સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. રેલવે સ્ટેશનથી મંદિરનું અંતર અંદાજે 104 કિલોમીટર છે. પૂણે જવા માટે તમને દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા જેવા શહેરોમાંથી ટ્રેનની સુવિધા સરળતાથી મળી જશે. અહીં પહોંચ્યા પછી તમે ખાનગી કાર અથવા બસ દ્વારા ભીમાશંકર પહોંચી શકો છો. શિવાજીનગર પુણે બસ સ્ટેન્ડથી ભીમાશંકર સુધી દર અડધા કલાકે બસો દોડે છે. તમે બસ દ્વારા લગભગ 4 કલાકની મુસાફરીમાં ભીમા શંકર પહોંચી જશો.

રોડ માર્ગો સારો વિકલ્પ

જો તમે રોડ માર્ગે ભીમાશંકર મંદિર જવાનું વિચારી રહ્યા છો તો આ પણ એક સારો વિકલ્પ છે. જો તમે ઈચ્છો તો તમારી કાર અથવા પ્રાઈવેટ કેબ બુક કરાવીને તમે સરળતાથી અહીં પહોંચી શકો છો. જો તમે દિલ્હી, ચેન્નાઈ કે બેંગ્લોર જેવા શહેરમાંથી ભીમાશંકરની મુલાકાત લેવા નીકળ્યા હોવ તો પૂરી તૈયારી સાથે નીકળી જાઓ. મંદિરમાં તમે શાંતિથી અને વિધિવત પૂજા કરી શકો માટે અહીં પહોંચતા પહેલા, તમારી હોટેલનું અગાઉથી જરૂર બૂકિંગ કરાવી લો. અગાઉથી હોટેલ બુકિંગ કરાવાથી તમને મંદિરની નજીક હોટેલમાં સરળતાથી જગ્યા મળશે જેથી તમે શિવપૂજાનો વધુ લાભ લઈ શકો છો.

પૌરાણિક દંતકથાઓ

મહા શિવરાત્રીની ઉજવણીને લઈને પૌરાણિક દંતકથાઓ છે. જે આપણે વડીલો પાસેથી સાંભળી છે. એક દંતકથા અનુસાર સમુદ્રમંથન સમયે સૌ પ્રથમ જ્યારે હળાહળ વિષ ઉત્પન્ન થયું ત્યારે દેવો કે દાનવો કોઈ તેનો સ્વિકાર કરવા માટે તૈયાર ના થયા. આથી ભગવાન વિષ્ણુની પ્રાર્થના પર શિવજીએ કંઠમાં વિષ ધારણ કર્યું. આમ, આ ઘટના સાથે શિવરાત્રિને જોડવામાં આવતા ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ સિવાય અન્ય એક કથા અનુસાર એક વખત સંસારના પ્રલયનો ભય તોળાઇ રહ્યો હતો, ત્યારે પાર્વતીએ તેમના પતિ શિવની પૂજા કરી અને તેમને જીવમાત્ર પર કૃપા કરી તેમનું રક્ષણ કરવા પ્રાર્થના કરી. શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે જે જીવ મહા મહિનાની વદ ચૌદસને દિવસે તેમનું પૂજન અને ધ્યાન કરશે તેમને તે પ્રલય સમયે ઉગારશે. મહાશિવરાત્રીને લઈને અન્ય એક દંતકથા મુજબ આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. આ માન્યતાના કારણે ઘણા હિંદુ મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. ખાસ કરીને ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં, શિવનવરાત્રી ઉત્સવ 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે, જેમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગને દરરોજ વરરાજાની જેમ શણગારવામાં આવે છે. આમ, મહા શિવરાત્રિ પર્વ પર ભગવાન શિવની ઉપાસના અને આરાધના કરવાથી શ્રદ્ધાળુઓની તમામ મનોકામના પૂર્ણ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Politics/પૂર્વ સાંસદ નારણ રાઠવાએ પુત્ર સંગ્રામ સાથે કર્યા કેસરિયા

આ પણ વાંચો: AMC/અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે 64 અધિકારીઓને નોટિસ પાઠવી

આ પણ વાંચો: RajyaSabha Elections/રાજ્યસભા ચૂંટણીમાં આજે મોટો ખેલ થવાની આશંકા, દેશના 3 રાજ્યોમાં 15 બેઠકો પર થશે મતદાન

આ પણ વાંચો: Mission Gaganyan/પીએમ મોદીએ મિશન ગગનયાનના મહારથીઓને અભિનંદન પાઠવ્યા