Surat News/ સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ, સુરત દ્વારા મુખ્યમંત્રીની હાજરીમાં રાજસ્વી સન્માન સમારોહ યોજાયો

Samast Leuva Patidar Committee, Surat organized a revenue recognition ceremony in the presence of the Chief Minister

Gujarat Surat
Samast Leuva Patidar Committee

Surat News : ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ (Samast Leuva Patidar Committee), સુરત દ્વારા મોટા વરાછા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રીહર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં રાજય સરકારના વિવિઘ મંત્રીઓનો તેમજ ભાજપાના નવનિયુકત પ્રદેશ પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રીઓ મનસુખ માંડવિયા અને  સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ (Samast Leuva Patidar Committee), સુરત દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા

સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ (Samast Leuva Patidar Committee), સુરત દ્વારા રાજ્ય સરકારમાં મંત્રીશ્રી તરીકે દાયિત્વ નિભાવી રહેલ રાજય સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ,પશુપાલન, સહકાર અને મત્સય ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી જીતુ  વાઘાણી, આરોગ્ય,પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગ(સ્વતંત્ર હવાલો)ના રાજયમંત્રી  પ્રફુલ  પાનસેરિયા, કાયદો, ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજયમંત્રી કૌશિક  વેકરિયા, નાણા, નાગરિક સંરક્ષણ, નશાબંઘી અને આબકારી વિભાગના રાજયમંત્રી  કમલેશ  પટેલ તેમજ ભાજપાના નવનિયુક્ત પ્રદેશ મહામંત્રી  પ્રશાંત કોરાટ, પ્રદેશ ઉપપ્રમુખ રમેશ  ધડુક, પ્રદેશ મંત્રી નિરવ  અમીન, પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ  હિરેન  હિરપરા અને પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા  અંજુબેન વેકરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમસ્ત લેઉવા પાટીદાર સમાજના સમાજશ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ તેમજ વિશાળ સંખ્યામાં નાગરિક ભાઇઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા..


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં કિસાન સન્માન સમારોહ, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાનું પ્રેરક નેતૃત્વ

આ પણ વાંચો: વડોદરાના કરજણમાં સન્માન સમારોહમાં જૂથવાદની અસર જોવા મળી

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ ભવનમાં આજે આયોજિત નાગરિક સન્માન સમારોહ-I માં રાષ્ટ્રપતિએ વર્ષ 2025 માટે 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 57 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા