Not Set/ નડિયાદ: નજીવી બાબતમાં સિનિયર સિટીઝન ઉપર હુમલો, ચાર ઈસમો સામે પોલીસ ફરિયાદ

નડિયાદના દવાપુરા તાબે વૃદ્ધ પર તેમના જ અન્ય ચાર ભાઈઓએ નજીવી બાબતે હુમલો કર્યો હતો. વૃદ્ધે પૂજા-અર્ચન માટે બનાવેલું દેરુ (મંદિર) તૂટેલુ જોતા પોતાના ભાઈઓને તેની પૂછપરછ કરતા જવાબમાં તેમના ભાઈઓએ વૃદ્ધ અને તેમના પૌત્ર સાથે મારામારી કરતા 4 સામે ફરિયાદ નોંધાઈ છે. દવાપુરાના સીમ વિસ્તારમાં અંદરસિંહ વાઘેલા પોતાના ખેતરમાં રહે છે. તેઓ ગત રોજ […]

Gujarat
crime 222 નડિયાદ: નજીવી બાબતમાં સિનિયર સિટીઝન ઉપર હુમલો, ચાર ઈસમો સામે પોલીસ ફરિયાદ

નડિયાદના દવાપુરા તાબે વૃદ્ધ પર તેમના જ અન્ય ચાર ભાઈઓએ નજીવી બાબતે હુમલો કર્યો હતો. વૃદ્ધે પૂજા-અર્ચન માટે બનાવેલું દેરુ (મંદિર) તૂટેલુ જોતા પોતાના ભાઈઓને તેની પૂછપરછ કરતા જવાબમાં તેમના ભાઈઓએ વૃદ્ધ અને તેમના પૌત્ર સાથે મારામારી કરતા 4 સામે ફરિયાદ નોંધાઈ છે.

દવાપુરાના સીમ વિસ્તારમાં અંદરસિંહ વાઘેલા પોતાના ખેતરમાં રહે છે. તેઓ ગત રોજ નડિયાદથી પરત આવતા હતા, તે સમયે પોતે સેવા પૂજા માટે બનાવેલુ ડેરુ તૂટેલુ જોયુ હતુ. જેથી પોતાના ભાઈ દિનેશભાઈ અને જેસીંગભાઈને ડેરૂ કોણે તોડ્યુ અને કેમ તોડ્યુ? તેમ પૂછતા બંનેએ ઉશ્કેરાઈ જઈ ગઅંદરસિંહ પર હુમલો કર્યો હતો. દિનેશ અને જેસીંગભાઈનું ઉપરાણુ લઈ બીજા બે ભાઈઓ ગંભીરસિંહ અને શીવજીભાઈએ પણ અંદરસિંહને માર માર્યો હતો. આ સમયે ગઅંદરસિંહ ને ચારેય ભાઈઓ મારી નાખવાની ધમકી આપતા પૌત્ર જૈમિને ચાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.