Not Set/ નડિયાદમાં થયેલ 21 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, બિહારની ચાદર ગેંગના બે સાગરીતો ઝડપાયા

નડિયાદ, નડિયાદ મુખ્ય રોડ એવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં થોડાક દિવસ અગાઉ એક મોબાઈલ શોપમાંથી મોબાઈલની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો ફરાર થઇ ગયા હતા. જેથી પોલીસે ગુનેગારોને પકડવા માટે CCTV કેમેરા અને ભૂતકાળમાં મોટા ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોની તપાસ હાથ ધરી હતી. જે આધારે બિહારની ચાદર ગેંગના ઈસમોએ ચોરી કરી હોવાનું તપાસમાં ખુલતા પોલીસે સંયુક્ત ટીમ બનાવી આરોપીઓને […]

Top Stories Gujarat
05 1 નડિયાદમાં થયેલ 21 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, બિહારની ચાદર ગેંગના બે સાગરીતો ઝડપાયા

નડિયાદ,

નડિયાદ મુખ્ય રોડ એવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં થોડાક દિવસ અગાઉ એક મોબાઈલ શોપમાંથી મોબાઈલની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો ફરાર થઇ ગયા હતા. જેથી પોલીસે ગુનેગારોને પકડવા માટે CCTV કેમેરા અને ભૂતકાળમાં મોટા ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોની તપાસ હાથ ધરી હતી. જે આધારે બિહારની ચાદર ગેંગના ઈસમોએ ચોરી કરી હોવાનું તપાસમાં ખુલતા પોલીસે સંયુક્ત ટીમ બનાવી આરોપીઓને બિહારથી ઝડપી લીધા હતા.

100થી વધુ મોબાઈલ ચોરી

નડિયાદમાં દસ દિવસ અગાઉ બસ સ્ટેન્ડ સામે આવેલ જે. કે. મોબાઈલ શોપમાં સવારે ચારના સુમારે અજાણ્યા તસ્કરો ત્રાટકી 100થી વધુ મોબાઈલ ચોરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે દુકાનના માલિકે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જેથી એલસીબી પોલીસ અને નડિયાદ ટાઉન પોલીસે મળી એક સંયુક્ત ટીમ બનાવી હતી અને CCTV કેમેરા અને ભૂતકાળની ચોરીઓમાં સંડોવાયેલ ઈસમોની તપાસ કરી હતી. જેથી CCTV માં દેખાતા બે ઈસમો બિહારના હોવાનું જણાતા ટીમને બિહાર મોતીહરિ ઘોડાસહન ખાતે મોકલી આપી ત્યાંથી બે ઈંસમો 1) રાજકિશોરશાહ જોગીશઃ તુરાહા , 2) રાજન્કુમાર શિવશંકર જયસ્વાલ (બંને રહે બિહાર)ને ઝડપી લાવી.

એલસીબીની ટીમે પૂછપરછ કરતા બંને ઈંસમો એ પોતાના ગેંગ લીડર નઇમ દીવાન અને અન્ય સાથીદારો સાથે મળી ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. પોલીસે બંનેની અટક કરી કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

05 2 નડિયાદમાં થયેલ 21 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, બિહારની ચાદર ગેંગના બે સાગરીતો ઝડપાયા

આ આરોપીઓનો ગેંગ લીડર નઇમ દીવાન ગુજરાતના જુદા જુદા મુખ્ય શહેરોમાં ફરી રેકી કરે છે અને ત્યારબાદ પોતાની ટીમ સાથે જે તે જગ્યાએ ત્રાટકીને ફક્ત 20 થી 30 મિનિટમાં જ ચોરી કરી ટ્રાવેલ્સ કે ટ્રેન મારફતે પોતાના વતન જતા રહે છે.