gujrat election 2022/ આ ચૂંટણી ‘ના નરેન્દ્ર લડે છે ના તો ભુપેન્દ્ર’, આ ચૂંટણી તો જનતા લડે છેઃ પીએમ મોદી

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, આપ, કોંગ્રેસ, એઆઈએમઆઈએમ સહિતના રાજકીય પક્ષો અને તે પક્ષોના નેતાઓ અલગ અલગ કેમ્પેઈન અને મુદ્દાઓને લઈને હાલની ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
1 293 આ ચૂંટણી 'ના નરેન્દ્ર લડે છે ના તો ભુપેન્દ્ર', આ ચૂંટણી તો જનતા લડે છેઃ પીએમ મોદી

હવે ચૂંટણીના પ્રચાર પ્રસારને થોડા જ દિવસો બાકી છે ત્યારે વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ ચૂંટણી ના નરેન્દ્ર લડે છે ના તો ભુપેન્દ્ર. આ ચૂંટણી જનતા લડે છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, આપ, કોંગ્રેસ, એઆઈએમઆઈએમ સહિતના રાજકીય પક્ષો અને તે પક્ષોના નેતાઓ અલગ અલગ કેમ્પેઈન અને મુદ્દાઓને લઈને હાલની ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે.

ગુજરાત ભાજપના બ્રહ્માસ્ત્ર ગણાતા નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં ઠેરઠેર સભાઓ યોજી રહ્યા છે. તેમણે આજે વડોદરામાં જાહેર સભા યોજી હતી. ઉલ્લેખનીય છે કે વડોદરામાં ભાજપની સારી એવી પક્કડ છે.  યુવાનોને તેમણે કહ્યું કે, આગામી 25 વર્ષ ખુબ અગત્યના છે આપણે ગુજરાતને કેટલી ઝડપે આગળ વધારવું છે તે યુવાનો પર નિર્ભર છે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  પાવાગઢ પર મુસ્લિમ આક્રાંતાઓને તોડવા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પાવાગઢને મુસ્લિમ આક્રાંતાઓએ તોડી નાખ્યું હતું. મને 500 વર્ષ પછી અવસર મળ્યો અહીં ધજા ફરકાવવાનો.

તેમણે આ સભા દરમિયાન પાવાગઢની વાત કરી હતી. તેમણે કહ્યું કે, આસ્થાના કેન્દ્રનો વિકાસ કરવાનું કામ અમે કર્યું છે. પાવગઢમાં ખુબ વિકાસ કાર્યો કર્યા છે. તેમણે કહ્યું કે, પાવાગઢને મુસ્લિમ આક્રાંતાઓએ તોડ્યું હતું, 500 વર્ષ પછી ધજા ફરકાવવાનો મને અવસર મળ્યો છે, હવે દર્શનાર્થીઓની સંખ્યા પણ વધી ગઈ છે. તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, તે સમયે પોરબંદરની જેલને તાળા મારવા પડ્યા હતા, બોર્ડ લગાવવું પડ્યું હતું કે અહીંયા ગુજરાત સરકારની કાયદા વ્યવસ્થાની હદ પુરી થાય છે. પહેલા કરફ્યુ, અસામાજિક તત્વોનો આતંક હતો. હું વડોદરા પાસે માગવા આવ્યો છું. આ વખતે મતદાનનો રેકોર્ડ બનાવો. જેમાંથી કમળ ખીલવું જોઈએ.

કહેવાય છે કે નરેન્દ્ર મોદીના શબ્દો લોકો માટે રામબાણ જેવુ કામ કરે છે, હવે જોવુ એ રહ્યું કે આ ચૂંટણીમાં મોદીનો જાદુ કેટલો ચાલે છે.