Ganghinagar News: ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને (Naresh Patel Award) ગુજરાત સરકાર દ્વારા ‘શ્રેષ્ઠ ધારાસભ્ય’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગાંધીનગર ટાઉનહોલ ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં મતવિસ્તારમાં કરેલી નોંધપાત્ર વિકાસલક્ષી અને લોકાભિમુખ કામગીરી બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું.
નરેશ પટેલે ગણદેવી મતવિસ્તારમાં વિવિધ પાયાની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે કામગીરી કરી છે. રસ્તા, પાણી, શિક્ષણ, આરોગ્ય અને વીજળી સહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપી વિકાસકાર્યો આગળ વધારવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
Naresh Patel Award: પ્રજાલક્ષી કામગીરીને મળ્યું સન્માન
ધારાસભ્યની કામગીરીમાં માત્ર વિકાસકાર્યો જ નહીં, પરંતુ વિવિધ વર્ગના નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાના પ્રયાસોનો પણ સમાવેશ થાય છે. ગ્રામ્ય વિસ્તારના યુવાનો, ખેડૂતો, મહિલાઓ, વડીલો અને જરૂરિયાતમંદ લોકો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે તે માટે પણ કામગીરી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
નરેશ પટેલે શું કહ્યું?
એવોર્ડ (Best MLA Award) મળ્યા બાદ ધારાસભ્ય નરેશ પટેલે આ સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ સન્માન માત્ર તેમનું નહીં, પરંતુ સમગ્ર ગણદેવી મતવિસ્તારની (Ganadevi MLA) જનતાનું છે. તેમણે કહ્યું કે પ્રજાના વિશ્વાસ અને સહકારથી મતવિસ્તારના વિકાસકાર્યોને વધુ ગતિ આપવાનો પ્રયાસ ચાલુ રહેશે. આગામી સમયમાં પણ બાકી રહેલા પ્રશ્નોના ઉકેલ માટે સરકારના સહયોગથી સતત કામગીરી કરવાની ખાતરી તેમણે આપી હતી.
ગણદેવીમાં ખુશીની લાગણી
નરેશ પટેલને ‘શ્રેષ્ઠ ધારાસભ્ય’નો એવોર્ડ મળતાં ગણદેવી તાલુકાના નાગરિકો, સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વિવિધ લોકો દ્વારા ધારાસભ્યને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. આ સન્માનથી ગણદેવી મતવિસ્તારમાં તેમની કામગીરીને નવી ઓળખ મળી હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચો: દુષ્કર્મ કેસમાં સજા કાપી રહેલા આસારામે ફરી માગ્યા હંગામી જામીન, ગુજરાત હાઈકોર્ટમાં અરજી
આ પણ વાંચો: ચૈતર વસાવાની પેરોલ અરજી પર હાઇકોર્ટનો કડક નિર્ણય, અરજી પાછી ખેંચવાની આવી નોબત
આ પણ વાંચો: સગીરા અપહરણ-દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટનો મોટો ચુકાદો, આરોપીને 20 વર્ષની સખત કેદ
