રાજકીય/ નરેશ પટેલ મળ્યા સીઆર પાટીલને, શું ભાજપમાં જોડાશે ?

જામનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં નરેશ પટેલ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે જોવા મળ્યા હતા.

Top Stories Gujarat
bayad 3 નરેશ પટેલ મળ્યા સીઆર પાટીલને, શું ભાજપમાં જોડાશે ?

ગુજરાતનાં રાજકારણમાં નરેશ પટેલ હાલમાં હુકમના એકકા બનીને બેઠા છે. દરેક પાર્ટી તેમણે રીઝવવાના પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસમાં તેમના સામેલ થવાની વાતોએ જોર પકડ્યું હતું. પરંતુ પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડવાથી ઇનકાર કરતાં હાલમાં નરેશ પટેલની પણ કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા ઉપર પૂર્ણ વિરામ મુકાઇ ગયું છે. ત્યાં હવે છેલ્લા કેટલાક દિવથી નરેશ પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળી રહ્યા છે. જેને લઈ તેમના ભાજપમાં જોડાવાની અટકળો પણ તેજ બની છે.

પહેલા હકૂભા જાડેજાની ભાગવત સપ્તાહમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે રથમાં જોવા મળ્યા હતા. તો બે દિવસ પહેલા ખોડલધામ સાથે ભાજપના કેટલાક નેતાઓ સાથે મુલાકાત અને હવે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ સાથે તેમની મુલાકાત એ તેમના ભાજપના જોડવાના ચર્ચાને વેગ આપ્યો છે.

નોધનીય છે કે રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને બુધવારે જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન નરેશ પટેલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે જોવા મળ્યા હતા. જો કે નરેશ પટેલના જણાવ્યા અનુસાર તેમણે જામનગરમાં એક કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા હતા. પરંતુ બંને નેતાઓએ ગુજરાત ભાજપ પ્રમુખ સાથે રાજકીય ચર્ચા કરી ન હતી.

હવે નરેશ પટેલના સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ ચર્ચા બિનજરૂરી પણ નથી. બુધવારે જામનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં નરેશ પટેલ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે જોવા મળ્યા હતા. જામનગરમાં પૂર્વ મંત્રી અને ભાજપના પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ ભાજપના નેતાઓ કથામાં જોડાઈ રહ્યા છે. બુધવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કથા સાંભળવા આવ્યા હતા. સાથે જ નરેશ પટેલે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. બંને નેતાઓ વચ્ચે વાતચીત પણ થઈ હતી.

ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ છેલ્લા કેટલાક દિવસોથી સતત ભાજપના વિવિધ નેતાઓને મળી રહ્યા છે. નરેશ પટેલે બે દિવસ પહેલા ભાજપના ચાર ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. હવે આ બેઠક અને ભાજપના પ્રદેશ પ્રમુખ સાથેની વાતચીત બાદ તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળોએ જોર પકડ્યું છે. અગાઉ નરેશ પટેલ અલ્પેશ ઠાકોરને પણ મળ્યા હતા.

નરેશ પટેલે આ અંગેના પ્રશ્ન પર જણાવ્યું હતું કે, ભાજપ પ્રમુખ સાથે કોઈ રાજકીય ચર્ચા થઈ નથી. તમે કઈ પાર્ટીમાં જોડાશો? આ પ્રશ્ન પર તેમણે કહ્યું કે હજુ સુધી આ અંગે નિર્ણય લેવાયો નથી. જ્યારે કંઈક નક્કી થશે ત્યારે માહિતી આપવામાં આવશે. બીજી તરફ ભાજપના નેતાઓએ કહ્યું કે રાજ્યની જનતાને ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળશે.

તમને જણાવી દઈએ કે નરેશ પટેલ પણ સોનિયા ગાંધીને મળવા દિલ્હી ગયા હતા. જો કે, સોનિયા સાથે તેમની મુલાકાત થઈ શકી ન હતી અને તેઓ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને મળ્યા બાદ પરત ફર્યા હતા. નરેશ પટેલે કહ્યું હતું કે, તેઓ રાજકારણમાં આવશે કે નહીં, ક્યા પક્ષમાંથી આવશે, આ તમામ બાબતોને લઈને તેઓ લોકોને જાણ કરશે. કોંગ્રેસ સાથે નરેશ પટેલની વધતી જતી નિકટતા હાર્દિક પટેલની નારાજગીનું કારણ માનવામાં આવે છે.