Not Set/ નરોડાનાં ભાજપનાં નેતાએ મહિલાને ખુલેઆમ ઢોર માર માર્યો, ગુંડાગર્દીનો આ વીડિયો થયો વાયરલ

થોડા સમય પહેલા લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ વડાપ્રધાન મોદીએ પોતાના નિવેદનમાં જુના સ્લોગનમાં થોડો ઉમેરો કરતા કહ્યુ હતુ કે, સબકા સાથ, સબકા વિકાસ અને હવે સબકા વિશ્વાસ. જ્યારે આ સ્લોગન સાથે ભાજપ આગળ વધે છે ત્યારે તેમા સબકા શબ્દમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આપને જણાવી દઇએ કે, કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર […]

Ahmedabad Top Stories Gujarat
MLA Fight iwth ladies નરોડાનાં ભાજપનાં નેતાએ મહિલાને ખુલેઆમ ઢોર માર માર્યો, ગુંડાગર્દીનો આ વીડિયો થયો વાયરલ

થોડા સમય પહેલા લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ વડાપ્રધાન મોદીએ પોતાના નિવેદનમાં જુના સ્લોગનમાં થોડો ઉમેરો કરતા કહ્યુ હતુ કે, સબકા સાથ, સબકા વિકાસ અને હવે સબકા વિશ્વાસ. જ્યારે આ સ્લોગન સાથે ભાજપ આગળ વધે છે ત્યારે તેમા સબકા શબ્દમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આપને જણાવી દઇએ કે, કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર છે, ત્યારે મહિલા સશક્તિકરણની વાતો માત્ર ભાષણો સુધી રહી ગઇ હોય તેવુ લાગી રહ્યુ છે. તાજેતરમાં ભાજપનાં નેતાનો મહિલાને ઢોર માર મારતો વીડિયો સામે આવ્યો છે.

ભાજપનાં નરોડાનાં ધારાસભ્ય બલરામ થાવાણી દ્વારા મહિલાઓ સાથે અમાનુષી વર્તન કરતો વીડિયો વાયરલ થયો છે. જેમા ધારાસભ્ય બલરામ થાવાણીનો ગુંડાગર્દીથી ભરેલો ચહેરો બેનકાબ થઇ ગયો છે. સુત્રોનાં જણાવ્યા મુજબ પાણીનાં મુદ્દે એક મહિલા ધારાસભ્ય બલરામ થાવાણીને રજૂઆત કરવા મેઘાણીનગર બંગલા એરિયામાં ધારાસભ્ય કાર્યાલય પહોચી હતી. જ્યા રજૂઆત સાંભળવાની વાત તો દૂર પણ ગુસ્સે ભરાયેલા ધારાસભ્યએ મહિલાને જાહેરમાં ઢોર માર માર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. ભાજપ સરકાર મોટા પાયે મહિલા સશક્તિકરણની વાતો કરે છે ત્યારે તેમની જ પાર્ટીનાં ધારાસભ્ય મહિલા સાથે જાહેરમાં અશોભનીય વર્તન કરતા ઝડપાઇ ગયા છે. ત્યારે સવાલો ઉભા થયા છે કે, જ્યારે ભાજપનાં જ ધારાસભ્ય મહિલાઓ સાથે અમાનુષી અત્યાચાર ગુજારતા હોય ત્યારે બીજા પાસે ન્યાયની શું અપેક્ષા રાખી શકાય? ધારાસભ્યની ગરીમાને લજવી મારનાર ધારાસભ્ય બલરામ થાવાણી સામે સરકાર પગલાં ભરશે ખરી?

સરકારમાં જનતાનાં વોટથી પદ ગ્રહણ કરનારા ભાજપનાં નેતા ભૂલી ગયા છે કે દેશમાં લોકશાહી છે, અને તે એક સ્વતંત્ર દેશનાં સ્વતંત્ર નાગરીકને જવાબ આપવા કે તેની રજૂઆત સાંભળવા પ્રતિબંધ છે. જો કે અહી રજૂઆત સાંભળવાનું તો દૂર રહ્યું પણ બલરામ થાવાણીએ પિત્તો ગુમાવ્યો હતો અને તેમણે અને તેમના સાગરિતોએ મહિલાને જમીન ઉપર પટકી દઈને બેફામ માર માર્યા બાદ લાતો પણ ફટકારી હતી. આ પ્રકારનું વર્તન એક ધારાસભ્ય દ્વારા થતુ જોઇ લોકો પણ હેરાન થઇ ગયા હતા. આ જોયા બાદ લોકો પણ વિચારવા મજબૂર બન્યા છે કે, શું ધારાસભ્યની કોઈ ગરીમા નથી? શું થાવાણીને કાયદા-કાનૂનનો કોઈ ડર નથી કે પછી ભાજપનાં રાજમાં ધારાસભ્ય બેફામ થઈ ગયા છે? આવા ઘણા સવાલો છે કે જેના જવાબ હવે ધારાસભ્ય થાવાણીએ આપવા પડશે. જોવાનું રહેશે કે આ મામલે  હવે રાજ્ય સરકાર શું પગલા ભરશે?