Not Set/ નરોડા કોમી રમખાણ કેસ મામલો, સ્ટિંગ ઓપરેશનનું એનાલીસીસ કરશે કોર્ટ

અમદાવાદ 2002માં ફાટી નીકળેલા નરોડા કોમી રમખાણના મામલે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બનાવના દિવસે માયાબેન કોડનાની ક્યા હતા અને શું કરી રહ્યા હતા તે મુદ્દે કોર્ટમાં પક્ષકારો દ્વારા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, બનાવના દિવસના કોલ રેકોર્ડિંગ અને સાક્ષીઓની જુબાનીના આધારે માયાબેન કોડનાની 9.30 […]

Top Stories Ahmedabad Gujarat Trending
dfs 14 નરોડા કોમી રમખાણ કેસ મામલો, સ્ટિંગ ઓપરેશનનું એનાલીસીસ કરશે કોર્ટ

અમદાવાદ

2002માં ફાટી નીકળેલા નરોડા કોમી રમખાણના મામલે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બનાવના દિવસે માયાબેન કોડનાની ક્યા હતા અને શું કરી રહ્યા હતા તે મુદ્દે કોર્ટમાં પક્ષકારો દ્વારા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.

જેમાં સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, બનાવના દિવસના કોલ રેકોર્ડિંગ અને સાક્ષીઓની જુબાનીના આધારે માયાબેન કોડનાની 9.30 થી લઈને 10.30ની વચ્ચે બનાવ સ્થળની આસપાસ જ હતા.

મહત્વનું છે કે આ પહેલા અમિત શાહ દ્વારા કોર્ટની સમક્ષ એવી જુબાની અપાઈ હતી કે બનાવના દિવસે માયાબેન કોડનાની તેમની સાથે જ વિધાનસભામાં હાજર હતા જેમે કારણે કેસમાં નવો વળાંક આવ્યો હતો.

આ સાથે કોર્ટે ખાનગી ન્યુઝ ચેનલ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ મુદ્દે પણ સ્ટિંગ એનાલીસીસ કરવાની ટકોર કરી છે. કોર્ટ દ્વારા આ મામલે વધુ સુનાવણી આગામી 6 ઓગસ્ટના દિવસે હાથ ધરવામાં આવશે.