Not Set/ કાર્બન ડાયોક્સાઇડને જરૂરી બીજા તત્વમાં રૂપાંતરિત કરવા માટે નાસાએ શરુ કરી પ્રતિયોગિતા

નવી દિલ્લી, આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ એજન્સી નાસા એ હાલમાં જ એક પ્રતિયોગિતા શરુ કરી છે. આ પ્રતિયોગિતામાં કાર્બન ડાયોકસાઇડને ઉપયોગી બીજા તત્વમાં કેવી રીતે રૂપાંતર કરી શકાય તેના ઉપાય જણાવવાના રહેશે જેની મદદથી ભવિષ્યમાં અંતરિક્ષ યાત્રીઓને મંગલ ગ્રહના અભ્યાસ કરવામાં મદદ મળી શકે તેમ છે. નાસાએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે જ્યારે અંતરિક્ષ યાત્રીઓ મંગળ  ગ્રહનો અભ્યાસ […]

Top Stories World
unnamed કાર્બન ડાયોક્સાઇડને જરૂરી બીજા તત્વમાં રૂપાંતરિત કરવા માટે નાસાએ શરુ કરી પ્રતિયોગિતા

નવી દિલ્લી,

આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ એજન્સી નાસા એ હાલમાં જ એક પ્રતિયોગિતા શરુ કરી છે. આ પ્રતિયોગિતામાં કાર્બન ડાયોકસાઇડને ઉપયોગી બીજા તત્વમાં કેવી રીતે રૂપાંતર કરી શકાય તેના ઉપાય જણાવવાના રહેશે જેની મદદથી ભવિષ્યમાં અંતરિક્ષ યાત્રીઓને મંગલ ગ્રહના અભ્યાસ કરવામાં મદદ મળી શકે તેમ છે.

નાસાએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે જ્યારે અંતરિક્ષ યાત્રીઓ મંગળ  ગ્રહનો અભ્યાસ કરવા માટે જશે ત્યારે તેમને સ્થાનિક સંશોધનની જરૂર પડશે. કાર્બન ડાયોક્સાઇડ તત્વ એવું છે કે જે મંગળ ગ્રહના વાતાવરણમાં ભરપૂર માત્રામાં ઉપલબ્ધ છે આથી આ તત્વને કી બીજા જરૂરી તત્વમાં કેવા રીતે રૂપાંતરિત કરી શકાય તેના માટે આ પ્રતિયોગિતા ઘણી ઉપયોગી નીવડશે.

આ પ્રતિયોગિતાનું નામ ‘ સીઓ2 કન્વર્રઝન ચેલેન્જ ‘ રાખવામાં આવ્યું છે. જેમાં કાર્બન ડાયોક્સાઇડને બીજા ઉપયોગી તત્વમાં કેવા રીતે કન્વર્ટ કરી શકાય તેના ઉપાયો માંગવામાં આવશે.

વધુમાં નાસાએ ઉમેર્યું હતું કે આ ટેક્નિકથી અમને મંગળ ગ્રહ પર રહેલ સીઓ2 રૂપાંતરિત કરીને બીજો પદાર્થ બનવવામાં મદદ મળશે. આ ટેક્નિક માત્ર મંગળ ગ્રહ માટે જ નહિ પરંતુ પૃથ્વી માટે પણ ઉપયોગી નીવડી શકે તેમ છે કારણ કે  દિવસે ને દિવસે પૃથ્વી પર પણ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે.

આ પ્રતિયોગિયામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. આ રજીસ્ટ્રેશન બે સ્ટેજમાં છે. રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 24 જાન્યુઆરી 2019 છે.

તમને જણાવી દઈએ કે, આ પ્રતિયોગિતામાં માત્ર યુ.એસના પરમેનનન્ટ સિટીઝન જ ભાગ લઇ શકશે અને ભાગ લેનારની ઉંમર 18 વર્ષથી નીચે ન હોવી જોઈએ.

પહેલા ફેઝના અંતે વિજેતા બનેલા પાંચ ફાઇનાલિસ્ટને 50,000 ડોલરનું ઇનામ આપવામાં આવશે.