Not Set/ ૧૯૮૪ શીખ રમખાણ કેસ : હાઈકોર્ટના આદેશ સામે સજ્જન કુમાર પહોંચ્યા સુપ્રીમમાં

નવી દિલ્હી, વર્ષ ૧૯૮૪માં થયેલા શીખ રમખાણોના કેસમાં સજ્જન કુમારને ૩૧ ડિસેમ્બર સુધીમાં સરેન્ડર થવાના મામલે દિલ્હી હાઈકોર્ટ દ્વારા ઝટકો આપવામાં આવી ચુક્યો છે, ત્યારબાદ હવે તેઓએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ પહેલા સજ્જન કુમારે હાઈકોર્ટના ચુકાદા બાદ સમર્પણ કરવા માટે વધુ ૩૦ દિવસનો સમય આપવા માટે કોર્ટ સમક્ષ માંગ કરી હતી, પરંતુ દિલ્હી હાઈકોર્ટ […]

Top Stories India Trending
94185 owqxtzfujv 1530780774 1 ૧૯૮૪ શીખ રમખાણ કેસ : હાઈકોર્ટના આદેશ સામે સજ્જન કુમાર પહોંચ્યા સુપ્રીમમાં

નવી દિલ્હી,

વર્ષ ૧૯૮૪માં થયેલા શીખ રમખાણોના કેસમાં સજ્જન કુમારને ૩૧ ડિસેમ્બર સુધીમાં સરેન્ડર થવાના મામલે દિલ્હી હાઈકોર્ટ દ્વારા ઝટકો આપવામાં આવી ચુક્યો છે, ત્યારબાદ હવે તેઓએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

આ પહેલા સજ્જન કુમારે હાઈકોર્ટના ચુકાદા બાદ સમર્પણ કરવા માટે વધુ ૩૦ દિવસનો સમય આપવા માટે કોર્ટ સમક્ષ માંગ કરી હતી, પરંતુ દિલ્હી હાઈકોર્ટ દ્વારા આ માંગ ફગાવવામાં આવી હતી અને હવે તેઓ દેશની  સર્વોચ્ચ અદાલતમાં પહોચ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઈકોર્ટ દ્વારા સજ્જન કુમારને ઉમ્રકેદની સજાની સાથે સાથે ૫ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો અને ૩૧ ડિસેમ્બર સુધી સરેન્ડર થવા માટે આદેશ આપ્યો છે.

આ પહેલા દિલ્હી હાઈકોર્ટની જસ્ટિસ એસ મુરલીધર અને જસ્ટિસ વિનોદ ગોયલની ડબલ બેંચ દ્વારા ગત ૨૯ નવેમ્બરના રોજ CBI, પીડિતો અને દોષીઓ દ્વારા કરાયેલી દલીલો સાંભળીને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.

શું છે આ મામલો ?

NI Indira Gandhi 1 e1535287421623.png?zoom=0 ૧૯૮૪ શીખ રમખાણ કેસ : હાઈકોર્ટના આદેશ સામે સજ્જન કુમાર પહોંચ્યા સુપ્રીમમાં
national-sajjan-kumar-seeks-30-days-time-surrender-1984-anti-sikh-riots-high court-Rejected

આ મામલો વર્ષ ૧૯૮૪મા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાજધાની દિલ્હીની છાવણીના રાજનગર ક્ષેત્રમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં કોંગ્રેસના નેતા સજ્જન કુમાર પણ આરોપી હતા.