Not Set/ મુંબઈના એક પરિવારે ૪ ફ્લેટ ખરીદ્યા ૨૪૦ કરોડ રૂપિયામાં

મુંબઈ, મુંબઈમાં હવે ઘર બનાવવું અને ખરીદવુંએ બહુ મોંઘુ થઇ ગયું છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હાલમાં જ ખરીદાયેલા સૌથી મોંઘી કિંમતના ચાર ફ્લેટ તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. મહત્વનું છે કે, એપિયન સી રોડ પર આવાસીય ટાવર બનવાના છે. આ ટાવરમાં કુલ ચાર ફ્લેટ ૨૪૦ કરોડમાં તવારિયા પરિવાર દ્વારા ખરીદવામાં આવ્યા છે. […]

Top Stories
mmmmm 1 મુંબઈના એક પરિવારે ૪ ફ્લેટ ખરીદ્યા ૨૪૦ કરોડ રૂપિયામાં

મુંબઈ,

મુંબઈમાં હવે ઘર બનાવવું અને ખરીદવુંએ બહુ મોંઘુ થઇ ગયું છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હાલમાં જ ખરીદાયેલા સૌથી મોંઘી કિંમતના ચાર ફ્લેટ તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

મહત્વનું છે કે, એપિયન સી રોડ પર આવાસીય ટાવર બનવાના છે. આ ટાવરમાં કુલ ચાર ફ્લેટ ૨૪૦ કરોડમાં તવારિયા પરિવાર દ્વારા ખરીદવામાં આવ્યા છે. રીયલ એસ્ટેટના સુત્રોના જણાવ્યા મુજબ, ૨૭ થી ૩૧ માળ સુધીના ચાર ફ્લેટ રુન્વાલ ગ્રુપના તવારિયા પરિવારે ખરીદ્યા છે.

આ ડીલ ૧.૨ લાખ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના હિસાબે કરવામાં આવી છે. દરેક ફલેટનો કાર્પેટ એરિયા ૪૫૦૦ ચોરસ ફૂટ છે. આ ટાવર કિલાચંદ હાઉસની નજીક આવેલું છે, જે મુંબઈનું એક ભવ્ય પેલેસ છે. તવારિયા પરિવારની પાસે ગર્ભનિરોધકના નિર્માતા ફેમી કેરની માલિકી હતી. જેને ૩ વર્ષ પહેલા ૪૬૦૦ કરોડ રૂપિયામાં વેચી દીધું હતું. એટલું જ નહી પણ તે મુંબઈના અમીરદાર લોકોની યાદીમાં પણ શામેલ છે. બુધવારે આ પરિવારનું લીગલ ફોર્મ વાડિયા ગાંધીએ એક પબ્લિક નોટીસ જાહેર કરી હતી. જેમાં રુન્વાલ ગ્રુપના આ ખરીદદારની માહિતી આપી હતી.

(નોંધ : આ તસવીર પ્રતીકાત્મ છે)