Not Set/ ઈવીએમને આધાર સાથે જોડવા તૈયારી : સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ

રાજકીય પક્ષો દ્વારા ઈવીએમના જોરદાર વિરોધ વચ્ચે ચૂંટણીપંચ ઈવીએમને જ ટેકનીકલી રીતે વધુ શ્રેષ્ઠ બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. આ શ્રેણીમાં ઈવીએમને ‘આધાર’ સાથે જોડવાની તૈયારીઆે પણ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણીપંચનું માનવું છે કે તેનાથી મતદારોની આેળખની ઝંઝટ જ ખતમ થઈ જશે અને આધાર પ્રમાણીકરણથી જ તે મતદાન કરી શકશે. ચૂંટણી પંચ આ મુદ્દે […]

Top Stories India
election commission of india ઈવીએમને આધાર સાથે જોડવા તૈયારી : સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ
રાજકીય પક્ષો દ્વારા ઈવીએમના જોરદાર વિરોધ વચ્ચે ચૂંટણીપંચ ઈવીએમને જ ટેકનીકલી રીતે વધુ શ્રેષ્ઠ બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. આ શ્રેણીમાં ઈવીએમને ‘આધાર’ સાથે જોડવાની તૈયારીઆે પણ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણીપંચનું માનવું છે કે તેનાથી મતદારોની આેળખની ઝંઝટ જ ખતમ થઈ જશે અને આધાર પ્રમાણીકરણથી જ તે મતદાન કરી શકશે. ચૂંટણી પંચ આ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા લીલીઝંડી મળવાની રાહ જોઈ રહ્યું છે.
મુખ્ય ચૂંટણી કમિશનર આે.પી.રાવતે એક વાતચીતમાં જણાવ્યું કે આધારના મામલામાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવાનો હજુ બાકી છે તેથી અમે તેની રાહ જોઈ રહ્યા છીએ. જો લીલીઝંડી મળી તો અમે મતદારોની યાદીને આધાર સાથે જોડવાની કાર્ય શરૂ કરી દેશું. સાથોસાથ ઈવીએમમાં ટેક્નીકલી સુધારાઆે કરી તેમાં આધારને સમાયોજિત કરી શકાશે.
RkERnfVeozBnLgL 800x450 noPad e1533629451787 ઈવીએમને આધાર સાથે જોડવા તૈયારી : સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ
રાવતે કહ્યું કે તેનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે મતદારોએ પોતાની આેળખ સાબિત કરવાની જરૂર નહી પડે. જ્યારે પણ મતદાન થાય છે ત્યારે અનેક લોકોને કામે લગાડવા પડે છે પરંતુ નવી ટેકનીકના ઉપયોગથી આ પ્રક્રિયા સરળ બની જશે. આેછા સંશાધનો અને આેછા સમયમાં મતદાન ની પ્રક્રિયા પૂરી કરી શકાશે. ચૂંટણીપંચ પહેલાં પણ મતદાર યાદી ને આધાર સાથે જોડવાની પ્રક્રિયા શરૂ કરી હતી. અંદાજે 30 કરોડ મતદારોને ‘આધાર’ સાથે જોડવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ એક મામલામાં સુપ્રીમ કોર્ટે આ પ્રક્રિયા પર રોક લગાવી દીધી હતી. જો કે હજુ 87 કરોડ મતદારો દેશમાં રહે છે તેમને આધાર સાથે જોડવાની પ્રક્રિયા બાકી છે તેથી સુપ્રીમની લીલીઝંડી મળ્યા બાદ આ કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે.
voting bulletin red pencil table 36619556 e1533629531860 ઈવીએમને આધાર સાથે જોડવા તૈયારી : સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ
ચૂંટણીપંચ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે આધારને મતદાર યાદી સાથે જોડવાની પરવાનગી આપવામાં આવે. બીજી બાજુ રાજકીય પક્ષો ઈવીએમમાં ગરબડ હોવાનો આરોપ લગાવી આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણી બેલેટ પેપરથી કરાવવાની માગણી કરી રહ્યા છે.
રાવતે ઉમેર્યું કે આધાર કાયદા અનુસાર જો કોઈ પાસે આધાર ન હોય તો તેને સેવા લેવા માટે અન્ય વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ વ્યવસ્થા જો લાગુ થાય છે તો પણ આધાર વગરના લોકો મતદાન કરી શકશે.