નવી દિલ્હી,
ગત 29 સપ્ટેમ્બર, 2016ના રોજ ભારતીય સેના દ્વારા આંતકીઓના સેફ હેવન ગણાતા પાકિસ્તાન માં ત્રણ કિમી અંદર જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ત્યારે હવે સેનાના આ ખાસ ઓપરેશનના 21 મહિના બાદ આ સર્જિકલ સ્ટ્રાઈકનો એક વીડિયો સામે આવ્યો છે.
આ વીડિયોમાં ભારતીય સેના દ્વારા loc (લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ)માં ઘૂસીને પાકિસ્તાનનમાં ઉભા કરેલા આતંકીઓના કેમ્પ તેમજ તેઓના લોન્ચિંગ પેડને નષ્ટ કરતા જોઈ શકાય છે.
વીડિયો :
https://m.facebook.com/story.php?story_fbid=1822467411164639&id=273506732727389
સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન ભારતીય સેના દ્વારા રોકેટ લૉન્ચર, મિસાઈલો તેમજ અન્ય હથિયારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને પાકિસ્તાનની પોસ્ટને પુરી રીતે તબાહ કરાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા 18, સપ્ટેમ્બર, 2016ના રોજ જમ્મુ-કાશ્મીર ના ઉરી સેક્ટરમાં ભારતીય સેનાના કેમ્પ પર આતંકી હૂમલો કર્યો હતો અને ત્યારબાદ 11 દિવસ પછી સેના દ્વારા આ જવાબી કાર્યવાહી કરાઈ હતી.
જો કે ભારતીય સેના કરાયેલા સર્જિકલ સ્ટ્રાઈકના ખાસ ઓપરેશન બાદ 29 સપ્ટેમ્બર,2016ના રોજ બપોરે DGMO લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સેના દ્વારા કરાયેલી આ જવાબી કાર્યવાહી અંગે દાવો કર્યો હતો.
ભારતીય સેનાના આ દાવા બાદ પણ દેશમાં કેટલીક રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા હતા, ત્યારે હવે આ વીડિયો સામે આવ્યા બાદ તમામને જડબાતોડ જવાબ મળવા જઇ રહ્યો છે.






