Not Set/ જમ્મુ-કાશ્મીરમાં ભાજપ-PDPનું ગઠબંધન તૂટ્યા બાદ શું હોઈ છે તાજા સમીકરણો, વાંચો..

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં PDP અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી ભાજપ દ્વારા સમર્થન પાછું ખેચ્યા બાદ એક પ્રકારે રાજકીય ભૂકંપ જોવા મળી રહ્યો છે. મંગળવારે રાજધાની દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતા મળેલી બેઠકમાં સરકારમાંથી BJP દ્વારા સમર્થન પાછું ખેચવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાજપના સમર્થન પાછા લીધા બાદ હવે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ પોતાના […]

India Trending
jammu kashmir જમ્મુ-કાશ્મીરમાં ભાજપ-PDPનું ગઠબંધન તૂટ્યા બાદ શું હોઈ છે તાજા સમીકરણો, વાંચો..

શ્રીનગર,

જમ્મુ-કાશ્મીરમાં PDP અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી ભાજપ દ્વારા સમર્થન પાછું ખેચ્યા બાદ એક પ્રકારે રાજકીય ભૂકંપ જોવા મળી રહ્યો છે. મંગળવારે રાજધાની દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતા મળેલી બેઠકમાં સરકારમાંથી BJP દ્વારા સમર્થન પાછું ખેચવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ભાજપના સમર્થન પાછા લીધા બાદ હવે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બીજી બાજુ ભાજપ દ્વારા પણ સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેચવા માટેની ચિઠ્ઠી પણ રાજ્યપાલને સોપવામાં આવી છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યમાં રાજ્યપાલ શાસન લાવવા માટે માંગ કરી છે.

રાજ્યમાં વિધાનસભાની કુલ ૮૯ સીટોમાં PDPને ૨૮, ભાજપને ૨૫, નેશનલ કોન્ફરન્સને ૧૫, કોંગ્રેસને ૧૨ બેઠકો મળી હતી જયારે અન્યના ખાતામાં ૭ સીટ અને ૨ સીટ રિઝર્વ રાખવામાં આવી છે. સરકાર બનાવવા માટે બહુમતનો આંકડો હાંસલ કરવા ૪ સીટોની જરૂરત છે.

ત્યારે હવે PDP કે અન્ય પાર્ટીઓ દ્વારા આ સમીકરણો અપનાવવામાં આવી શકે છે.

૧. જમ્મુ-કાશ્મીરમાં આગામી વિધાનસભાની ચૂંટણીને હજી ત્રણ વર્ષનો સમયગાળો બાકી છે, ત્યારે PDPને કોંગ્રેસની સાથે સાથે અન્ય કોઈ પાર્ટી સાથે ગઠબંધન કરવાની જરૂરત હશે, જેથી તેઓ ૪૪નો બહુમતીનો આંકડો હાંસલ કરી શકે.

આ સ્થિતિમાં આ સમીકરણ ૨૮+૧૨+૭ = ૪૭ થઇ શકે છે, પરંતુ કોંગ્રેસના વરિષ્ટ નેતા ગુલાબ નબી આઝાદે કોઈ પણ પ્રકારના ગઠબંધન કરવા અંગે ઇનકાર કર્યો છે.

૨. કોંગ્રેસ દ્વારા ઇનકાર કર્યા બાદ PDP બીજો વિકલ્પ રાજ્યની બીજા નંબરની પ્રમુખ પાર્ટી નેશનલ કોન્ફરન્સ સાથે હાથ થામી શકે છે, પરંતુ એનસીના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ રાજ્યપાલ સાથે મળી કોઈ પણ પ્રકારના ગઠબંધન કરવા માટે ઇનકાર કર્યો છે.

. જો કે આ સ્થિતિમાં હવે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ આગળ વધારવામાં આવી શકે છે અથવા તો વિધાનસભાની ચૂંટણી પણ કરવામાં આવી શકે છે.

આ પહેલા ભાજપના નેતા રામ માધવે જણાવ્યું હતું કે,

છેલ્લા ત્રણ વર્ષની સરકાર દરમિયાન કેન્દ્ર સરકારની વાત છે તો અમારા દ્વારા તમામ પ્રકારની મદદ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ઘણા પ્રોજેક્ટ લાગુ કરવામાં આવ્યા છે. સાથે સાથે રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવા માટે રમઝાન મહિનામાં સીઝફાયર લાગુ કરવામાં આવ્યું હતું, પરંતુ PDP દ્વારા આ શાંતિ સ્થાપવામાં નિષ્ફળ રહ્યું છે.

તમામ સાથે ચર્ચા વિચારણા બાદ જ આ નિર્ણય કરવામાં આવ્યો છે

“જે મુદ્દાઓને લઇ સરકાર બની હતી, તે તમામ મુદ્દાઓ પર ચર્ચા થઇ છે. છેલ્લા કેટલાક દિવસોમાં કાશ્મીરમાં સ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે, જે કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આ નિર્ણયના સંબંધમાં પીએમ મોદી, અમિત શાહ, ભાજપના વરિષ્ટ નેતા તેમજ રાજ્યના નેતાઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે”.

કાશ્મીર ઘાટીમાં આતંકવાદ વધ્યો છે

“સરકારના બે મુખ્ય લક્ષ્ય હતા, જેમાં શાંતિ અને વિકાસ સૌથી ટોચ પર હતા. રાજ્યના તમામ ભાગમાં વિકાસ કરવા માટે અમારા દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું હતું. પરંતુ આજે જે પરિસ્થિતિઓ બની છે, જેમાં એક મોટી માત્રામાં કાશ્મીર ઘાટીમાં આતંકવાદ વધ્યો છે સાથે સાથે રેડિકલાઇઝેશન પણ ખુબ ઝડપથી વધી રહ્યું છે”.