Not Set/ iCreate સેન્ટરના ઉદ્ઘાટન બાદ PM મોદી અને નેતન્યાહુએ પોતાના સંબોધનમાં શું કહ્યું ? જાણો માત્ર એક ક્લિક પર.

અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના પીએમ બેન્ઝામીન નેતન્યાહુ બુધવારે ગુજરાતની મુલાકાતે અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી બંને રાષ્ટ્રપ્રમુખ રોડ-શો દ્વારા સાબરમતી ખાતેના ગાંધી આશ્રમ પહોચ્યા હતા. ગાંધી આશ્રમ ખાતેના હ્રદયકુંજની મુલાકાત લઇ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી અને ત્યારબાદ તેઓ બાવડાના  આઈક્રીએટ સેન્ટર પહોંચ્યા હતા અને આ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદી અને નેતન્યાહુએ […]

Top Stories
163759 195511 pm modi netanyahu 1 1 iCreate સેન્ટરના ઉદ્ઘાટન બાદ PM મોદી અને નેતન્યાહુએ પોતાના સંબોધનમાં શું કહ્યું ? જાણો માત્ર એક ક્લિક પર.

અમદાવાદ,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના પીએમ બેન્ઝામીન નેતન્યાહુ બુધવારે ગુજરાતની મુલાકાતે અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી બંને રાષ્ટ્રપ્રમુખ રોડ-શો દ્વારા સાબરમતી ખાતેના ગાંધી આશ્રમ પહોચ્યા હતા. ગાંધી આશ્રમ ખાતેના હ્રદયકુંજની મુલાકાત લઇ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી અને ત્યારબાદ તેઓ બાવડાના  આઈક્રીએટ સેન્ટર પહોંચ્યા હતા અને આ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદી અને નેતન્યાહુએ સંબોધન કર્યું હતું.

ઇઝરાયેલના પીએમ નેતન્યાહુએ જણાવ્યું હતું કે, “આજે દુનિયા આઈપેડ્સ અને આઈપોડ્સ અંગે જાણે છે. જયારે હવે  દુનિયાને વધુ એક i જાણવાની જરૂર છે. તે છે i CREATE”.

જયારે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “મને આનંદ છે કે આજે ઈઝરાયેલના પીએમની હાજરીમાં આ સંસ્થાનના નવા કેમ્પસનું લોકાર્પણ થઈ રહ્યું છે. હું તેમનો આભારી છું કે તેમણે ભારત-ગુજરાત આવવાનું આમંત્રણ સ્વીકાર્યું”.

પીએમ મોદીએ આઈ-ક્રિએટના નવા કેમ્પસના ઉદ્ધાટન બાદ જણાવ્યું હતું કે,

  •  iCREATEમાં આઈને નાનું રાખવા પાછળ એક કારણ છે. આઈ એટલે કે અંહકાર આડે  આવે છે. તેથી જ આઈક્રિએટમાં અહં અને અહંકારને દૂર રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ ક્રિએશન પાછળ આઈ હું થી આઈ ઈન્ડિયા સુધી પહોંચવું તે મકસદ છે.
  • પીએમ નેતન્યાહૂનો ખૂબ આભારી છું કે, તેમણે ગુજરાત આવવાનું નિમંત્રણ સ્વીકાર્યુ અને પરિવાર સાથે આવ્યા છે.
  • મને ખુશી છે કે તેઓ માત્ર ગુજરાત જ ન આવ્યા પરંતુ આ સંસ્થાનું સાથે ઉદઘાટન કરી રહ્યા છીએ. હું ઇઝરાયેલના ડેલિગેશનનો આભાર માનું છું અને સ્વાગત કરી કરું છું.
  • ખેડૂત નાનો છોડ રોપે છે, ત્યારે આવનાર પેઢીઓ તેનું ફળ પામે છે. અને ખેડૂતના આત્મા જ્યાં પણ હોય તેની ખુશી અનુભવે છે.
  • અમે આજે આઈ ક્રિએટની શરૂઆત કરી છીએ. ઈનોવેશનમાં ભારતનું નામ સમગ્ર દુનિયામાં રોશન કરશે. ભારત અને ઈઝરાયલને નજીક લાવવામાં ઈનોવેશનની ભૂમિકા ખુબ મહત્વની છે.
  • આઈ ક્રિએટની સ્થાપના કરી ત્યારે મે કહ્યું હતું કે ઈઝરાયલને જોડવું છે અને  ઈઝરાયલના અનુભવનો ફાયદો લેવો હતો.
  • ગુજરાતમાં યહૂદી સમુદાયના અનેક લોકો રહે છે. જે ગુજરાતમાં એકદમ ભળી ગયા છે અને એકબીજાની સંસ્કૃતિ અને પરંપરાનું સન્માન અમારા સંબંધોને વધું મજબૂત કરતા રહેશે.
  • મારા મિત્રએ ઈઝરાયેલની મુલાકાત દરમિયાન દરિયાના પાણીને મીઠું બનાવવા માટે જોવા લઈ ગયા હતા. આજે તેમણે  તેની ભેટ આપી. અને આજે બનાસકાંઠાના છેવાડાના ગામમાં આ કાર દ્વારા પાણીનું શુદ્ધિકરણ કરી દેખાડ્યું છે.
  • જેટલા મોટાં સપના હશે તેટલાં જ મોટાં પરિણામ હશે. ઈઝરાયલની વિચાર ધારા અને તેમના વિજ્ઞાનિકોને અલગ અલગ ક્ષેત્રોમાં મળેલી જ્વલંત સફળતા તેમજ ઈનામો એ દર્શાવે છે.
  • પીએમ મોદીએ શ્રીમાન શીમોનને યાદ કર્યા. અને કહ્યું ઈનોવેશન હેઝ નો લિમિટ.
  • આ સંસ્થામાથી યુવાનો શિક્ષણ મેળવે અને આગળ આવે. ભારત અને ઈઝરાયલ કે જેમાં ભાગીદારી છે તેવા અનેક વિષયોમાં યુવાનો આગળ આવે. તેવી ઈચ્છા વ્યક્ત કરી.
  •  એક સપનું જોયું હતું તે  આજે એક વટવૃક્ષ થઈને ઉભરી આવ્યું છે. તેમણે આ પ્રસંગે અમદાવાદમાં શરૂ થયેલી એક ફાર્માસ્યૂટિકલને યાદ કરી કે આજથી 50 વર્ષ પહેલા એક સંસ્થા શરૂ કરવામાં આવી આજે તે વટવૃક્ષ સમાન બની ગઈ છે. તે જ આઈક્રિએટ માટે બને.

પીએમ નેતન્યાહૂએ પોતાના વક્તવ્ય જણાવ્યું હતું કે,

  • ઈઝરાયલના વડાપ્રધાને જયહિંદ અને જય ઈઝરાયલ બોલીને પીએમ મોદીનો આભાર માન્યો.
  • લોકો હજુ સુધી બે I અંગે જાણે છે. “આઈ પેડ અને આઈ પોડ” પરંતુ હવે દુનિયાએ “આઈક્રિએટ” અંગે પણ જાણવું પડશે
  • આઈ કિએટ એ એક નાનું ઉદાહરણ છે જેમાં બંને દેશોની પ્રતિબદ્ધતા જોવા મળે છે. હું યુવાનોને આમંત્રિત કરું છું. અહિં ખૂબજ ક્ષમતાઓ પડેલી છે.
  • ભારત ઈઝરાયલ સંબંધોમાં, ડિફેન્સ, ટેકનલોજી, વિકાસ અને ખેતી માટે સહકાર સાધશે.
  • હું અને પીએમ મોદી ઘણાં જ યુવાન છીએ અને બંને દેશોના સહકાર માટે પ્રતિબદ્ધ  છીએ. ઈઝરાયલ અહિં ટ્રેનિંગ પ્રોગામ ચલાવશે.
  • ઈઝરાયલ વડાપ્રધાને સ્મૃતિઓને વાગોળતા કહ્યું કે જ્યારે પીએમ મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે ગુજરાત માટે અને ખાસ કરીને યુવાનો કરવા કશું માંગતા હતા આઈ ક્રિએટ તેનું પરિણામ છે. આજે પીએમ મોદી વડાપ્રધાન તરીકે દેશની કાયાપલટ કરી હતી.
  • પીએમ મોદી પોતાના વિઝનથી દેશને આગળ વધારી રહ્યાં છે. હું ભારતના યુવાઓને કહેવા માંગુ છું કે ઈઝરાયેલ તમારી સાથે નવી શરૂઆત કરવા માંગે છે. ઈઝરાયેલના લોકોને પણ હું ભારત આવવાનું કહું છું
  •  હાઈફાની મુક્તિ દરમિયાન જે ભારતીય સૈનિકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું તેમનાના અનેક ગુજરાતી હતાં. આ માટે ગુજરાતને ધન્યવાદ.