Not Set/ ફરી ગુંજશે અમરનાથમાં ‘બમ બમ ભોલે’નો નાદ, સુપ્રીમ કોર્ટે NGTના આદેશને કર્યો રદ્દ

ગયા વર્ષે અમરનાથ યાત્રા પર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ(NGT)એ સાઈલન્સ ઝોન જાહેર કરી દીધું હતું પરંતુ હવે બાબા અમરનાથના ભક્તો માટે ખુશખબરી છે. અમરનાથ ગુફામાં કોઇપણ શ્રધ્ધાળુ અથવા વ્યક્તિ હિમ શિવલિંગ સામે ઉભા રહીને ‘બમ બમ ભોલે’નો નાદ કરી શકશે. સુપ્રીમ કોર્ટે આ મામલે એનજીટીના આદેશને રદ્દ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એનજીટીએ અમરનાથને […]

Top Stories India
Formed with snow as a Shivlinga Amarnath is the sacred shrine of the Lord Shiva ફરી ગુંજશે અમરનાથમાં ‘બમ બમ ભોલે’નો નાદ, સુપ્રીમ કોર્ટે NGTના આદેશને કર્યો રદ્દ

ગયા વર્ષે અમરનાથ યાત્રા પર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ(NGT)એ સાઈલન્સ ઝોન જાહેર કરી દીધું હતું પરંતુ હવે બાબા અમરનાથના ભક્તો માટે ખુશખબરી છે. અમરનાથ ગુફામાં કોઇપણ શ્રધ્ધાળુ અથવા વ્યક્તિ હિમ શિવલિંગ સામે ઉભા રહીને ‘બમ બમ ભોલે’નો નાદ કરી શકશે. સુપ્રીમ કોર્ટે આ મામલે એનજીટીના આદેશને રદ્દ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એનજીટીએ અમરનાથને સાઇલન્સ ઝોન જાહેર કર્યો હતો. જેને લઇને ત્યાં અવાજ, ઘંટ વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ગત વર્ષે એનજીટીએ  કહ્યું હતું કે શિવલિંગ સામે જ શાંતિ જાળવી જોઈએ. સાથે સાથે કહ્યું હતું કે, ગુફાની સીડીઓ પેહલા લોકોએ પોતાનો સામાન જમા કરવો પડશે, અને ગુફાની અંદર જવા માટે લાઈનમાં ચાલવું પડશે.

જેના પાછળ એવો તર્ક લગાવામાં આવ્યો હતો કે હિમ મહાશિવલિંગ પર તેની અસર થાય છે અને તે ઝડપથી પિગળી જવાની આશંકા છે. એનજીટીએ આ પણ સ્પષ્ટ કર્યું હતું કે પવિત્ર ગુફા તરફ જનારાની અંદાજે 30 સીડી પર આ નિશ્ચિત કરવુ જોઇએ કે શ્રધ્ધાળુ કોઇ સામાન લઇને નહી જાય કેમ કે આ બોર્ડની પરંપરા છે.

પોતાનો નિર્ણય આપતાં એનજીટીએ તર્ક આપ્યો હતો કે થોડા મંદિરોમાં વાતચીત કરવા પર પ્રતિબંધ છે અને ત્યાં સાઇલન્સ ઝોન છે. જેમાં બહાઇ મંદિર, તિરૂપતિ અને અક્ષરધામનો સમાવેશ થાય છે. જ્યારે અમરનાથમાં અવાજના કારણે લેન્ડસ્લાઇડનો ખતરો પણ ઉભો થાય છે.

આ અગાઉ એનજીટીએ આદેશ કરતાં વૈષ્ણોદેવમાં એક દિવસમાં 50 હજાર યાત્રીઓ જ દર્શન કરે તેવો નિર્દેશ કર્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે એનજીટીના આ આદેશપર રોક લગાવી દીધી હતી.

amarnath yatra ફરી ગુંજશે અમરનાથમાં ‘બમ બમ ભોલે’નો નાદ, સુપ્રીમ કોર્ટે NGTના આદેશને કર્યો રદ્દ

ગત વર્ષે એનજીટીએ અમરનાથને સાઇલન્સ ઝોન જાહેર કર્યો હતો ત્યારે VHP વિશ્વ હિંદુ પરિસદ એ કહ્યું કે, આં હિંદુઓનું અપમાન છે. NGT એ કરેલ જાહેરાત તેમણે પાછી ખેંચી લેવી જોઈએ. તમને જણાવી દઈકે કે, શિવભકતો અમરનાથ યાત્રા વખતે ભગવાન શિવના જયકાર લગાવે છે, ઘંટીઓ વગાડે છે જેના કારણ લૈંડસ્લાઈડ થવાની ઘટનાઓને રોકવા માટે આ નિર્યણ લેવામાં આવ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે આ મામલે એનજીટીના આદેશને રદ્દ કર્યો છે. અમરનાથ ગુફામાં કોઇપણ શ્રધ્ધાળુ અથવા વ્યક્તિ હિમ શિવલિંગ સામે ઉભા રહીને ‘બમ બમ ભોલે’નો નાદ કરી શકશે.