Not Set/ આજથી અટલ વિકાસ યાત્રાનો પ્રારંભ કરશે અમિત શાહ, અહી વાંચો સમગ્ર કાર્યક્રમ

નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તારીખ ૫ સપ્ટેમ્બરના રોજ પ્રદેશ સરકારની વિકાસ યાત્રાનો આરંભ છત્તીસગઢ રાજ્યથી કરશે. મંગળવારે અમિત શાહ રાજધાની રાયપુર આવશે. છત્તીસગઢની રાજધાની નયા રાયપુર કે જેનું નામ બદલીને અટલનગર કરવામાં આવ્યું છે. અમિત શાહ રાયપુર પહોચ્યા બાદ રાજનાંદ ગામ જઈને ડોંગરગઢ પહોચશે. ત્યાં બમલેશ્વરી દેવીમાંના દર્શન કરીને અટલ […]

India Trending
228683 amit shah આજથી અટલ વિકાસ યાત્રાનો પ્રારંભ કરશે અમિત શાહ, અહી વાંચો સમગ્ર કાર્યક્રમ

નવી દિલ્હી,

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તારીખ ૫ સપ્ટેમ્બરના રોજ પ્રદેશ સરકારની વિકાસ યાત્રાનો આરંભ છત્તીસગઢ રાજ્યથી કરશે. મંગળવારે અમિત શાહ રાજધાની રાયપુર આવશે.

છત્તીસગઢની રાજધાની નયા રાયપુર કે જેનું નામ બદલીને અટલનગર કરવામાં આવ્યું છે. અમિત શાહ રાયપુર પહોચ્યા બાદ રાજનાંદ ગામ જઈને ડોંગરગઢ પહોચશે. ત્યાં બમલેશ્વરી દેવીમાંના દર્શન કરીને અટલ વિકાસ યાત્રાનો પ્રારંભ કરશે.

op chaudhary આજથી અટલ વિકાસ યાત્રાનો પ્રારંભ કરશે અમિત શાહ, અહી વાંચો સમગ્ર કાર્યક્રમ

આ છે અમિત શાહનો સંપૂર્ણ કાર્યક્રમ :

મંગળવાર સવારે ૧૧.૩૦ વાગ્યે અમિત શાહ દિલ્લીથી રાયપુરના એરપોર્ટ પહોચશે.

ત્યારબાદ ૧૧:૪૦ કલાકે એરપોર્ટથી ૧૨:૧૦ કલાકે રાજનાંદ ગામ પહોંચશે.

રાજનાંદ ગામથી રોડ માર્ગે ડોંગરગઢ માટે રવાના થશે.

૧૨:૨૦ કલાકે બમલેશ્વરી દેવીમાંના મંદિર પહોંચશે.

૧૨:૪૦ થી ૧૨:૫૦ સુધી બીજેપી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.

બપોરે ૨:૩૦ કલાકે અમિત શાહ ડોંગરગઢના પ્રજ્ઞાગીરી મેદાનમાં એક સભાને સંબોધશે.

આ સભાની પુર્ણાહુતી બાદ તેઓ ડોંગરગઢ સર્કિટ હાઉસમાં વિશ્રામ કરશે.

૩:૨0 કલાકે અમિત શાહ હેલિકોપ્ટર મારફતે રાયપુર રવાના થશે.

૩:૫૦ અમિત શાહ રાયપુર પહોંચશે.

સાંજે ૪ વાગ્યે રાયપુરથી દિલ્લી રવાના થવા માટે ઉડાન ભરશે.