Not Set/ આસામમાં પૂરની પરિસ્થિતિ વણસી, 16 લોકોનાં મોત, 2.53 લાખ લોકો પ્રભાવિત

આસામમાં પૂરનું પાણી રાજ્યના 16 જિલ્લાઓમાં પ્રવેશી ચૂક્યુ છે. રાજ્યમાં પૂરથી 2.53 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે, જ્યારે વધુ એક વ્યક્તિના મોત બાદ પૂરનાં કારણે રાજ્યમાં મૃત્યુની સંખ્યા 16 થઈ ગઈ છે.  રાજ્યનો સૌથી વધુ અસરગ્રસ્ત જીલ્લા ધેમાજી છે અને ત્રણસોકિયા, માજુલી અને ડિબ્રુગઢ પણ પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં (એએસડીએમએ) દૈનિક […]

India
b830658580a6a318801508c83e58c1cb આસામમાં પૂરની પરિસ્થિતિ વણસી, 16 લોકોનાં મોત, 2.53 લાખ લોકો પ્રભાવિત
b830658580a6a318801508c83e58c1cb આસામમાં પૂરની પરિસ્થિતિ વણસી, 16 લોકોનાં મોત, 2.53 લાખ લોકો પ્રભાવિત

આસામમાં પૂરનું પાણી રાજ્યના 16 જિલ્લાઓમાં પ્રવેશી ચૂક્યુ છે. રાજ્યમાં પૂરથી 2.53 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે, જ્યારે વધુ એક વ્યક્તિના મોત બાદ પૂરનાં કારણે રાજ્યમાં મૃત્યુની સંખ્યા 16 થઈ ગઈ છે. 

રાજ્યનો સૌથી વધુ અસરગ્રસ્ત જીલ્લા ધેમાજી છે અને ત્રણસોકિયા, માજુલી અને ડિબ્રુગઢ પણ પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં (એએસડીએમએ) દૈનિક પૂરના અહેવાલ મુજબ, ડિબ્રુગઢમાં પૂરથી અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે બ્રહ્મપુત્રા નદી અને તેની સહાયક નદીઓ ઘણા સ્થળોએ જોખમી નિશાનીથી ઉપર વહી રહી છે અને આ કારણે ધેમાજી, લખીમપુર, બિસ્વનાથ, ઉદલગુરી, દરંગ, બકસા, કોકરાઝાર, બારપેટા, નાગાઓન, ગોલાઘાટ, જોરહાટ, માજુલી, શિવસાગર, ડિબ્રુગઢ અને ટીનસુકિયા જિલ્લામાં પૂરની અસર થઈ છે.

એએસડીએમએએ જણાવ્યું હતું કે જિલ્લા વિભાગોએ છ જિલ્લાઓમાં 142 રાહત શિબિરો અને વિતરણ કેન્દ્રો સ્થાપ્યા છે, જ્યાં 18,000 થી વધુ લોકોને અત્યાર સુઘીમાં તેમા ખસેડવામાં આવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews