Not Set/ અમિત શાહનું નિવેદન, 2019 ચૂંટણી પહેલા શરુ થશે રામ મંદિર નિર્માણ: એક રિપોર્ટ

રામ મંદિરને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. એક રિપોર્ટ મુજબ, અમિત શાહે કહ્યું છે કે 2019ની ચૂંટણી પહેલા રામ મંદિર નિર્માણ શરુ થઇ જશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ કાર્યકારિણી સદસ્ય પરાલા શેખરએ અમિત શાહના હવાલેથી આ નિવેદન મીડિયાને આપ્યું છે. જોકે, ભાજપ તરફથી શાહના આ નિવેદનનું ખંડન […]

Top Stories India
703663 amit shah loksabha polls અમિત શાહનું નિવેદન, 2019 ચૂંટણી પહેલા શરુ થશે રામ મંદિર નિર્માણ: એક રિપોર્ટ

રામ મંદિરને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. એક રિપોર્ટ મુજબ, અમિત શાહે કહ્યું છે કે 2019ની ચૂંટણી પહેલા રામ મંદિર નિર્માણ શરુ થઇ જશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ કાર્યકારિણી સદસ્ય પરાલા શેખરએ અમિત શાહના હવાલેથી આ નિવેદન મીડિયાને આપ્યું છે. જોકે, ભાજપ તરફથી શાહના આ નિવેદનનું ખંડન કરવામાં આવ્યું છે.

62679 gldbdpsvtm 1499614112 e1531554717552 અમિત શાહનું નિવેદન, 2019 ચૂંટણી પહેલા શરુ થશે રામ મંદિર નિર્માણ: એક રિપોર્ટ

 

હકીકતમાં તેલંગાણાના ભાજપ પ્રભારી પરાલા શેખરે કહ્યું કે અમિત શાહે કહ્યું કે જે થઇ રહ્યું છે એ જોઈને એવું લાગે છે કે 2019 પહેલા રામ મંદિર નિર્માણ શરુ થઇ જશે. ત્યારબાદ પરાલાએ કહ્યું કે જે કહેવાનું હતું એ કહી દીધું, હવે જે કહેવાનું હશે એ કેન્દ્રીય નેતૃત્વ કહેશે.

Photograph Stones for Ram Mandir Ayodhya 2 e1531554755856 અમિત શાહનું નિવેદન, 2019 ચૂંટણી પહેલા શરુ થશે રામ મંદિર નિર્માણ: એક રિપોર્ટ

પરાલા શેખરના આ નિવેદનનું તેલંગાણા ભાજપના ધારાસભ્ય રામચંદ્ર રાવે ખંડન કરતા કહ્યું કે અમિત શાહે રામ મંદિર નિર્માણ વિષે કઈ જ કહ્યું નહતું. હકીકતમાં, કાર્યકર્તાઓએ રામ મંદિરને લઈને એમને એક સવાલ હતો. જે બાદ અમિત શાહ તરફથી સાફ કહેવામાં આવ્યું હતું કે જે મામલો છે એ અદાલતમાં છે. અદાલતના ફેંસલાની રાહ જોવામાં આવશે. રામચંદ્ર રાવે આગળ જણાવ્યું કે શાહનો વ્યક્તિગત અભિપ્રાય હતો કે લોકસભા ચૂંટણી પહેલા જલ્દી-જલ્દી રામ મંદિરનું કામ શરુ થાય.