Not Set/ અમૃતસર ચમત્કાર ! ટ્રેનના ટોઇલેટમાં નવજાત શિશુને ત્યજી દીધું અને પછી….

અમૃતસરમાં માનવતાને શરમાવી દે અને ચમત્કારનો કિસ્સો સામે આવ્યો છે. અમૃતસરમાં એક ટ્રેનના ટોઇલેટમાંથી એક નવજાત બાળકને ત્યજી દેવામાં આવ્યું હતું. આ બાળકનો ચમત્કારિક રીતે બચાવ થઇ ગયો હતો. સાફસફાઈ દરમ્યાન કર્મચારીઓને આ બેબી બોય મળ્યું હતું. હાલ બાળકને અમૃતસરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું છે. Punjab: A new born baby was found by […]

Top Stories India Trending
baby અમૃતસર ચમત્કાર ! ટ્રેનના ટોઇલેટમાં નવજાત શિશુને ત્યજી દીધું અને પછી....

અમૃતસરમાં માનવતાને શરમાવી દે અને ચમત્કારનો કિસ્સો સામે આવ્યો છે. અમૃતસરમાં એક ટ્રેનના ટોઇલેટમાંથી એક નવજાત બાળકને ત્યજી દેવામાં આવ્યું હતું. આ બાળકનો ચમત્કારિક રીતે બચાવ થઇ ગયો હતો.

સાફસફાઈ દરમ્યાન કર્મચારીઓને આ બેબી બોય મળ્યું હતું. હાલ બાળકને અમૃતસરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું છે.

આ નવજાત બાળક અમૃતસર-હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં શનિવારે બપોરે મળ્યું હતું.

બાળક પરથી એવું લાગી રહ્યું છે કે તેને ત્યજી દેવામાં આવ્યું ત્યારે તે માત્ર ૧ દિવસનું જ હતું. રેલ્વે પોલીસ અને અમૃતસરના પોલીસ અધિકારી આ મમલાની તપાસ કરી રહ્યા છે. એટલું જ નહી પરંતુ સફાઈ કર્મીઓને આ બાળકના ગળામાં એક દુપટ્ટો બાંધેલો પણ જોવા મળ્યો હતો. દુપટ્ટા પરથી એવું લાગી રહ્યું છે કે ટોઇલેટમાં ફેંકી દેવાની પહેલા તેની ગળું દબાવીને મારવાના પ્રયત્નો કર્યા હશે.

કપડા વગર મળી આવેલ આ બાળક હાલ ખતરાથી બહાર છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બાળક ઘણું નસીબદાર છે કે તેને ટોઇલેટમાંથી ફેંકી દેવામાં આવ્યું હતું તેમ છતાં તે બચી ગયું છે.