Not Set/ એશિયા કપ : ભારતના ચેમ્પિયન બનવાની સાથે ધોનીએ આ રેકોર્ડ પણ કર્યો પોતાના નામે

દુબઈ, એશિયા કપ ૨૦૧૮ના ફાઈનલ મુકાબલામાં ભારતીય ટીમે બાંગ્લાદેશને ૩ વિકેટે હરાવી શાનદાર વિજય મેળવ્યો હતો. આ સાથે જ ભારત ૭મી વખત એશિયા કપનું ચેમ્પિયન બન્યું છે. બીજી બાજુ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વન-ડે ક્રિકેટમાં ૧૦ હજાર કરતા વધુ રન બનાવનારા બેટ્સમેન […]

Trending Sports
1516519853 dhoni 0 એશિયા કપ : ભારતના ચેમ્પિયન બનવાની સાથે ધોનીએ આ રેકોર્ડ પણ કર્યો પોતાના નામે

દુબઈ,

એશિયા કપ ૨૦૧૮ના ફાઈનલ મુકાબલામાં ભારતીય ટીમે બાંગ્લાદેશને ૩ વિકેટે હરાવી શાનદાર વિજય મેળવ્યો હતો. આ સાથે જ ભારત ૭મી વખત એશિયા કપનું ચેમ્પિયન બન્યું છે.

બીજી બાજુ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વન-ડે ક્રિકેટમાં ૧૦ હજાર કરતા વધુ રન બનાવનારા બેટ્સમેન ધોનીએ બાંગ્લાદેશ સામેની મેચમાં ૮૦૦ શિકાર પુરા કર્યા છે.

સ્ટમ્પ પાછળ કર્યા ૮૦૦ શિકાર

dhonikeepingap 1465310211 એશિયા કપ : ભારતના ચેમ્પિયન બનવાની સાથે ધોનીએ આ રેકોર્ડ પણ કર્યો પોતાના નામે
national-asia-cup-india-bangladesh-m s-dhoni-register-800-dismissals-international-cricket

એમ એસ ધોની ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વન-ડે અને ટી-૨૦)માં મળી સ્ટમ્પ પાછળ કુલ ૮૦૦ શિકાર પુરા કરવાની સાથે તેઓ ભારતના પ્રથમ અને દુનિયાના ત્રીજા વિકેટકીપર બન્યા છે.

દુનિયામાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ શિકાર કરવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના માર્ક બાઉચરના નામે છે. બાઉચરે ત્રણેય ફોર્મેટમાં કુલ ૯૯૮ શિકાર કર્યા છે. ત્યારબાદ બીજા સ્થાને ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટનું નામ આવે છે. તેઓના નામે ૯૦૫ શિકાર છે.

એશિયા કપમાં સૌથી વધુ સ્ટમ્પિંગન રેકોર્ડ કર્યો પોતાના નામે

DJXUmuuVoAABWNz એશિયા કપ : ભારતના ચેમ્પિયન બનવાની સાથે ધોનીએ આ રેકોર્ડ પણ કર્યો પોતાના નામે
national-asia-cup-india-bangladesh-m s-dhoni-register-800-dismissals-international-cricket

આ ઉપરાંત ધોનીએ બાંગ્લાદેશ સામેની મેચમાં ૨ સ્ટમ્પિંગ કરવાની સાથે જ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતના પૂર્વ કેપ્ટન ધોનીએ આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ સ્ટમ્પિંગ કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

એમ એસ ધોનીએ એશિયા કપમાં કુલ ૧૨ સ્ટમ્પિંગ કર્યા છે અને શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાને પાછળ છોડ્યા છે. આ પહેલા સંગાકારાએ એક ટુર્નામેન્ટમાં ૯ સ્ટમ્પિંગ કર્યા હતા.

એમ એસ ધોનીના નામે ૯૦ ટેસ્ટમાં ૨૫૬ કેચ અને ૩૮ સ્ટમ્પિંગ, ૩૨૭ વન-ડેમાં ૩૦૬ કેચ અને ૧૧૩ સ્ટમ્પિંગ અને ૯૩ ટી-૨૦ મેચમાં ૫૪ કેચ અને ૩૩ સ્ટમ્પિંગ સાથે મળી કુલ ૮૦૦ શિકાર કર્યા છે.