Not Set/ આસામ NRC વિવાદ : ફાઈનલ ડ્રાફ્ટમાં આ રીતે ચેક કરો તમારું નામ છે કે નહિ

ગુહાવટી, આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીજન (NRC)નો અંતિમ ડ્રાફ્ટ સોમવારે રજૂ કરી દેવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ મુજબ, અસમમાં કાયદેસર નાગરિકતાની માટે 3 કરોડ ૨૯ લાખ ૯૧ હજાર ૩૮૪ લોકોએ એનઆરસીમાં અરજી કરી હતી. પરંતુ એમાંથી બે કરોડ ૮૯ લાખ ૮૩ હજાર લોકોને કાયદેસરના નાગરિક માની લેવામાં આવ્યા છે, જયારે ૪૦ લાખ લોકોને ગેરકાયદેસર નાગરિક ગણવામાં આવ્યા છે. NRC […]

India Trending
Assam આસામ NRC વિવાદ : ફાઈનલ ડ્રાફ્ટમાં આ રીતે ચેક કરો તમારું નામ છે કે નહિ

ગુહાવટી,

આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીજન (NRC)નો અંતિમ ડ્રાફ્ટ સોમવારે રજૂ કરી દેવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ મુજબ, અસમમાં કાયદેસર નાગરિકતાની માટે 3 કરોડ ૨૯ લાખ ૯૧ હજાર ૩૮૪ લોકોએ એનઆરસીમાં અરજી કરી હતી. પરંતુ એમાંથી બે કરોડ ૮૯ લાખ ૮૩ હજાર લોકોને કાયદેસરના નાગરિક માની લેવામાં આવ્યા છે, જયારે ૪૦ લાખ લોકોને ગેરકાયદેસર નાગરિક ગણવામાં આવ્યા છે.

NRC દ્વારા રજુ કરાયેલા ડ્રાફ્ટમાં સામે આવેલા ૪૦ લાખ લોકોના નાગરિકત્વ અંગે સવાલો ઉભા થયા છે કે, આ લોકો આસામના છે કે બાંગ્લાદેશી.

ત્યારે હવે આ NRC લિસ્ટમાં પોતાનું નામ છે કે નહિ તે આ રીતે ચેક કરી શકો છો.

૧. નેશનલ રજીસ્ટર ઓફ નેશનમાં પોતાનું નામ છે કે નહિ તે જાણવા માટે સૌપ્રથમ તમારે પોતાનો ARN (એપ્લિકેશન રિસીપ્ટ નંબર) નંબર નાખ્યા બાદ તમારે કેપચા કોડ આપવાનો રહેશે.

૨. તમે પોતાનું નામ ઓનલાઈન છે કે નહિ તે ચેક કરવા માટે www.nrcaassam.nic.in, www.assam.mygov.in, www.homeandpolitival.assam.gov.in વેબસાઈટનો પણ ઉપયોગ કરી શકો છો.

૩. પોતાનું નામ ચેક કરવા માટે પોતાના પ્રી-રજીસ્ટર મોબાઈલ નંબર દ્વારા SMS to ૭૮૯૯૪૦૫૪૪૪, ૭૦૨૬૩૨૧૧૩૩, ૭૦૨૬૮૬૧૧૨૨, ૯૭૬૫૫૫૬૫૫૫ દ્વારા પણ જાણી શકો છો.

આ માટે તમારે ઉપર દર્શાવેલા નંબર ટાઈપ કરીને ARN સ્પેસ ARN, અને તમને માહિતી ૧૨ PM પછી મળી શકશે.

૪. ડ્રાફ્ટમાં પોતાનું નામ મેળવવા માટે ૧૫૧૦૭ હેલ્પલાઇન નંબર તેમજ આસામથી બહાર રહેતા લોકો માટે ૧૮૦૦૩૪૫૩૭૬૨ જાહેર કરવામાં આવ્યા છે.