Not Set/ બેન્કોને કરોડો રૂપિયાની ફૂલેકું ફેરવનાર કૌભાંડીઓની સંપત્તિ થશે જપ્ત, કેબિનેટને અધ્યાદેશને આપી મંજુરી : રિપોર્ટ

દિલ્લી, દેશની બેન્કોમાં ગોટાળા કરી કરોડો રૂપિયાની ફૂલેકું ફેરવનાર કૌભાંડીઓ વિરુધ મોદી સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ કૌભાંડીઓ વિરુધ લાવવામાં આવેલા અધ્યાદેશને મંજુરી આપી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કેબિનેટ દ્વારા આ અધ્યાદેશને મંજુરી મળ્યા બાદ હવે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલી આપવામાં આવશે. ત્યારબાદ […]

Top Stories
fgfg બેન્કોને કરોડો રૂપિયાની ફૂલેકું ફેરવનાર કૌભાંડીઓની સંપત્તિ થશે જપ્ત, કેબિનેટને અધ્યાદેશને આપી મંજુરી : રિપોર્ટ

દિલ્લી,

દેશની બેન્કોમાં ગોટાળા કરી કરોડો રૂપિયાની ફૂલેકું ફેરવનાર કૌભાંડીઓ વિરુધ મોદી સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ કૌભાંડીઓ વિરુધ લાવવામાં આવેલા અધ્યાદેશને મંજુરી આપી છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કેબિનેટ દ્વારા આ અધ્યાદેશને મંજુરી મળ્યા બાદ હવે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલી આપવામાં આવશે. ત્યારબાદ તેઓ દ્વારા આ વટહુકમને મંજુરી મળ્યા બાદ બેન્કોમાં કરોડો રૂપિયાના ગોટાળા કરી વિદેશ ભાગી જનારા કૌભાંડીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવશે.

આ કાયદાની જોગવાઈ હેઠળ કૌભાંડીઓ સામે ગુનો નોધવામાં આવશે તેમજ ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ રૂપિયાના કૌભાંડીઓ સામે તેઓની ધરપકડ કરવા માટે વોરંટ પણ બહાર પાડવામાં આવશે

આ પહેલા વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી સહિતના કૌભાંડીઓ દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયાના ગોટાળા બાદ તેઓ સામે મોદી સરકાર દ્વારા આ બિલ રજુ કરવા માટે તૈયારી દર્શાવી હતી. પરંતુ ગત ૧૨ માર્ચના રોજ લોકસભામાં ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ ઓર્ડિનન્સ ૨૦૧૮ (ભાગેડુ આર્થિક અપરાધી બિલ) રજુ કરવામાં આવ્યું હતું પરંતુ ભારે હોબાળાના કારણે પસાર થઇ શક્યું ન હતું.

કૌભાંડીઓની સંપત્તિ જપ્ત કરવાના અધ્યાદેશને મંજુરી મળ્યા બાદ તેઓની મિલકત ટાંચમાં લેવામાં આવશે અને આ ગુનાઓને પણ મની લોંડ્રિંગ એક્ટ (પીએમએલએ, ૨૦૦૨) અંતર્ગત કેસ ચલાવવામાં આવશે.

આ વટહુકમની જોગવાઈઓ મુજબ, કોઈ પણ ડાયરેક્ટર કે ડેપ્યુટી ડાયરેક્ટર મની લોંડ્રિંગ એક્ટ હેઠળ સ્પેશિયલ કોર્ટ સમક્ષ કોઈ પણ ભાગેડુ વ્યક્તિને ગુનેગાર જાહેર કરવાની માંગણી કરી શકે છે.

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી વિજય માલ્યા, નિરવ મોદી, લલિત મોદી તેમજ મેહુલ ચોકસી સહિતના કૌભાંડીઓ દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયા કૌભાંડ અને ત્યાર બાદ દેશ છોડીને ભાગી જવાની ઘટનાઓ બાદ કેન્દ્રની સરકાર વિરૂદ્ધ વિપક્ષ સહિત દેશભરમાં તેઓ વિરુધ સખ્ત કાર્યવાહી કરવા માટે ભારે દબાણ ઉભું થયું હતું.