Not Set/ “PM બનવાથી કોઈ બુદ્ધિમાન બની જતું નથી” : PM મોદી પર શત્રુઘ્ન સિન્હાએ કર્યો કટાક્ષ

નવી દિલ્હી, કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પડધમ ગુરુવાર સાંજે ૫ વાગ્યે શાંત પડ્યા છે. પરંતુ આ ચૂંટણી અભિયાનથી બીજેપીના સ્ટાર નેતા શત્રુઘ્ન સિન્હાને દૂર રાખવામાં આવ્યા હતા. ત્યારે હવે ચૂંટણી પ્રચાર પૂર્ણ થવાની સાથે જ શત્રુઘ્ન સિન્હાએ ટ્વીટરના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહાર કર્યો છે. સિન્હાએ ટ્વીટમાં મોદીને ટેગ કરીને કહ્યું છે કે, […]

Top Stories India
safsff "PM બનવાથી કોઈ બુદ્ધિમાન બની જતું નથી" : PM મોદી પર શત્રુઘ્ન સિન્હાએ કર્યો કટાક્ષ

નવી દિલ્હી,

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પડધમ ગુરુવાર સાંજે ૫ વાગ્યે શાંત પડ્યા છે. પરંતુ આ ચૂંટણી અભિયાનથી બીજેપીના સ્ટાર નેતા શત્રુઘ્ન સિન્હાને દૂર રાખવામાં આવ્યા હતા. ત્યારે હવે ચૂંટણી પ્રચાર પૂર્ણ થવાની સાથે જ શત્રુઘ્ન સિન્હાએ ટ્વીટરના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહાર કર્યો છે.

સિન્હાએ ટ્વીટમાં મોદીને ટેગ કરીને કહ્યું છે કે, “વડાપ્રધાન બનવાથી કોઈ બુદ્ધિમાન નથી બની જતું. એટલું જ નહિ તેમણે પ્રચાર દરમિયાન પીએમ મોદીની ભાષા ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા”.

શત્રુઘ્ન સિન્હાએ ટ્વીટ કર્યું છે કે, “કર્ણાટકમાં આજે ચૂંટણી પ્રચાર શાંત થઈ ગયો છે, પરંતુ બિહાર-યુપીની જેમ મને અહી પણ પ્રચાર માટે બોલાવાયો નથી, કારણ આપણે બધા જાણીએ છીએ. પરંતુ એક જૂના મિત્રની જેમ એટલું જ કહેવા માંગું છું કે, તમારે વડાપ્રધાન પદની ગરિમા જાળવવી જોઈએ”.

અત્રે ઉલ્લેખનીય છે કે, શત્રુઘ્ન સિન્હા છેલ્લા કેટલાક સમયથી પાર્ટી (પક્ષ) અને સરકારની વિરુદ્ધમાં બયાનબાજી કરી રહ્યા છે. હજુ હમણાં જ અન્ય સિનિયર નેતા યશવંત સિન્હાએ ભાજપને છોડ્યું હતી, ત્યાર પછી બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ શત્રુઘ્ન સિન્હાને પણ પાર્ટી છોડવાની સલાહ આપી હતી.

જો કે, શત્રુઘ્નએ તેમની ઉપર વળતો પ્રહાર કર્યો હતો. સુશીલ મોદી ઉપર પ્રહાર હુમલો કરતા શત્રુઘ્ન સિન્હાએ તેમને એક નાના નેતા ગણાવ્યા હતા. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું હતું કે, “સુશીલ મોદી પ્રદેશ (બિહાર)માં લોકપ્રિય નથી. પાર્ટી (ભાજપ) તેમના કારણે વર્ષ ૨૦૧૫માં વિધાનસભાની ચૂટણીમાં હારી હતી”.

શત્રુઘ્ન સિન્હા છેલ્લા કેટલાક સમયથી કેટલીય પાર્ટીઓ (રાજકીય પક્ષો)ના નેતાઓની સાથે સતત મુલાકાત કરી રહ્યા છે. જેમાં એમ. કે. સ્ટાલિન, લાલુ પ્રસાદ યાદવ, સ્વાતિ માલીવાલ, મમતા બેનર્જી જેવા નેતાઓનો સમાવેશ થાય છે.