Not Set/ વરિષ્ઠતાના વિવાદ વચ્ચે જસ્ટિસ જોસેફ સહિત ત્રણ જજોએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે લીધા શપથ

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી દેશની સર્વોચ્ચ અદાલતના જજોની નિયુક્તિને અનેક વિવાદો સામે આવી રહ્યા હતા તેમજ વરિષ્ઠ જજો દ્વારા પણ વિરોધ નોધાવવામાં આવી ચુક્યો છે, ત્યારે આ વચ્ચે મંગળવારે જસ્ટિસ કે એમ જોસેફ સહિત કુલ ત્રણ જજોએ સુપ્રીમ કોર્ટના જજના સ્વરૂપમાં શપત લીધા છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ આ પ્રસંગે આયોજિત પરંપરાગત […]

Top Stories India Trending
indira banerjee vineet saran KM joseph4 વરિષ્ઠતાના વિવાદ વચ્ચે જસ્ટિસ જોસેફ સહિત ત્રણ જજોએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે લીધા શપથ

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી દેશની સર્વોચ્ચ અદાલતના જજોની નિયુક્તિને અનેક વિવાદો સામે આવી રહ્યા હતા તેમજ વરિષ્ઠ જજો દ્વારા પણ વિરોધ નોધાવવામાં આવી ચુક્યો છે, ત્યારે આ વચ્ચે મંગળવારે જસ્ટિસ કે એમ જોસેફ સહિત કુલ ત્રણ જજોએ સુપ્રીમ કોર્ટના જજના સ્વરૂપમાં શપત લીધા છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ આ પ્રસંગે આયોજિત પરંપરાગત સમારોહમાં જસ્ટિસ કે એમ જોસેફ, જસ્ટિસ ઇન્દિરા બેનર્જી અને જસ્ટિસ વિનીત સરનને જજ પદે શપથ લેવડાવ્યા હતા.

ઉત્તરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે એમ જોસેફ, મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઇન્દિરા બેનર્જી અને ઓરિસ્સા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિનીત સરનની સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્તિ થવાની સાથે કોર્ટમાં કુલ જજની સંખ્યા ૨૫ થઇ છે. જો કે સુપ્રીમ કોર્ટમાં કુલ જજની સંખ્યા ૩૧ હોય છે, ત્યારે હજી પણ ૬ જજના પદ ખાલી છે.

મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઇન્દિરા બેનર્જીની સુપ્રીમ કોર્ટના જજ બનવાની સાથે જ તેઓ કોર્ટના ઇતિહાસમાં ૮માં મહિલા જજ બન્યા છે. બીજી બાજુ, સુપ્રીમ કોર્ટમાં પહેલીવાર બન્યું છે ત્યારે કોર્ટમાં એક સાથે ૩ મહિલા જજ હશે. આ પહેલા સુપ્રીમ કોર્ટમાં વધુમાં વધુ ૨ મહિલા જજ રહ્યા છે.

જજની વરિષ્ઠતા અંગે થયો હતો વિવાદ

મંગળવારે નિયુક્ત કરાયેલા ત્રણ જજોની નિયુક્તિ પહેલા આ મામલે વિવાદ જોવા મળ્યો છે. કેટલાક વરિષ્ઠ જજોએ જસ્ટિસ કે એમ જોસેફની વરિષ્ઠતા ઘટાડવા મુદ્દે આપત્તિ જતાવી હતી. જો કે આ મામલે કેટલાક વરિષ્ઠ જજોએ ચીફ જસ્ટિસ દિપક મિશ્રા સાથે પણ મુલાકાત કરી હતી.

શું હતો આ વિવાદ ?

હકીકતમાં સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજોની નિયુક્તિ મામલે ઉત્તરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે એમ જોસેફને વરિષ્ઠતાના ક્રમમાં ત્રીજા ક્રમાંકે રાખવામાં આવ્યા છે. આ મામલાને લઈને જ વિવાદ ઉભો થયો છે.

જો કે કેન્દ્ર સરકારના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, જજોની વરિષ્ઠતા આ ત્રણ જજમાંથી સૌથી પહેલા હાઈકોર્ટના જજ કોણ બન્યું છે તેના આધારે નક્કી કરવામાં આવ્યું છે, ન તો સૌથી પહેલા હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ બન્યા.

SCના નવનિયુક્ત જજ આ વર્ષમાં બન્યા હતા જજ 

દેશની સર્વોચ્ચ અદાલતમાં નવ નિયુક્ત કરાયેલા આ ત્રણ જજોમાંથી જસ્ટિસ કે એમ જોસેફ ૧૪ ઓક્ટોબર, ૨૦૧૪, જસ્ટિસ ઇન્દિરા બેનર્જી ૫ ફેબ્રુઆરી, ૨૦૦૨ અને જસ્ટિસ વિનીત સરન ૧૪ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ જજ બન્યા હતા.