Not Set/ ભાજપને હવે મિત્રની કોઈ જરૂરત નથી : પાલઘર ચૂંટણીમાં હાર બાદ ઉદ્ધવ ઠાકરે

પાલઘર, કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જોવા મળેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ગુરુવારે યોજાયેલી લોકસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો મહારાષ્ટ્રની પાલઘર લોકસભા સીટ પર વિજય મેળવ્યો છે. પાલઘર બેઠક પાર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ગાવિતે ૨૯ હજાર વોટથી વિજય મેળવ્યો છે જયારે NDAના ગઠબંધનના સાથી પક્ષ શિવસેનાનો પરાજય થયો છે. ત્યારે પાલઘર લોકસભા સીટ પર મળેલી હાર બાદ […]

Top Stories India Trending
shivsena ભાજપને હવે મિત્રની કોઈ જરૂરત નથી : પાલઘર ચૂંટણીમાં હાર બાદ ઉદ્ધવ ઠાકરે

પાલઘર,

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જોવા મળેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ગુરુવારે યોજાયેલી લોકસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો મહારાષ્ટ્રની પાલઘર લોકસભા સીટ પર વિજય મેળવ્યો છે. પાલઘર બેઠક પાર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ગાવિતે ૨૯ હજાર વોટથી વિજય મેળવ્યો છે જયારે NDAના ગઠબંધનના સાથી પક્ષ શિવસેનાનો પરાજય થયો છે.

ત્યારે પાલઘર લોકસભા સીટ પર મળેલી હાર બાદ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર મોટો હુમલો બોલ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ આ અંગે જણાવતા કહ્યું, “ભાજપને હવે મિત્રની કોઈ જરૂરત નથી. ૪ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં પોતાની બહુમતી ગુમાવી દિધી છે”.

વધુમાં જણાવતા તેઓએ કહ્યું, “ભાજપે પૈસાના દમ પર જ આ ચૂંટણી જીતી છે. બીજેપીના કાર્યકર્તાઓને મતદાનના એક દિવસ પહેલા રૂપિયા વહેચતા જોવા મળી હતા”.

સાથે સાથે ચૂંટણીપંચ પર આરોપ લગાવતા જણાવ્યું, ઇલેકશન કમિશન વિરુદ્ધ પણ ભ્રષ્ટાચાર સિસ્ટમ માટે કેસ દાખલ થવો જોઈએ. જયારે ચૂંટણીપંચ કોઈ પણ પાર્ટીના પક્ષમાં રહીને કામ કરતુ હોય છે ત્યારે લોકતંત્ર ખતરામાં પડી જાય છે. ઇલેકશન કમિશનમાં ભ્રષ્ટાચારને જોતા ચૂંટણીપંચની નિયુક્તિ કરવી જ ન જોઈએ, પરંતુ તેઓની પણ ચૂંટણી થવી જોઈએ”.

શિવશેના પ્રમુખે કહ્યું, ” અમે આ પેટા-ચૂંટણીમાં પોતાના ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારવા માટે દુવિધામાં હતા, પરંતુ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીની તુલનામાં ભાજપનું વોટનું અંતર ઓછુ થયું છે અને ૬૦ % લોકોએ બીજેપીને નકાર્યું છે.

યુપીની કૈરાના અને નૂરપુરમાં ભાજપના થયેલા કરુણ રકાસ અંગે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પણ હુમલો બોલ્યો હતો. તેઓએ આ અંગે નિશાન સાધતા કહ્યું, ” ઉત્તરપ્રદેશના લોકોએ ભાજપને ગોરખપુરમાં રિજેક્ટ કર્યાં છે, ત્યારે યોગી આદિત્યનાથ મહારાષ્ટ્રમાં આવીને શિવાજીના નામ પર શિવસેના પર હુમલો કર્યો હતો.

મહત્વનું છે કે, ત્રણ રાજ્યોની ૪ લોકસભા અને નવ રાજ્યોની ૧૦ વિધાનસભા સીટ પર પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં મહારાષ્ટ્રના પાલઘરની લોકસભા બેઠક પર ભાજપનો વિજય થયો છે જયારે ભંડારા-ગોંડિયા લોકસભા સીટ પર NCP ઉમેદવાર મઘુકર કુકડેએ ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા.