Not Set/ રક્ષાબંધન પર ભાઈઓએ બહેનોને આપી આવી અનોખી ગિફ્ટ ….

રક્ષાબંધનના તહેવાર પર બહેનો ભાઈઓ તરફથી મળતી ભેટ ની ઉત્સુકતાથી રાહ જોતી હોય છે. કર્ણાટકના બેલગામમાં પણ ભાઈઓએ પોતાની બહેનોને આ મોકા પર એક અનોખી ગિફ્ટ આપી છે. રવિવારે બેલગામમાં રક્ષાબંધનનું પર્વ ધૂમધામથી માનવામાં આવ્યું હતું. અહીં ભાઈઓએ બહેનોને સાડી, ઘરેણાં અથવા પૈસા આપવાની બદલે ટોયલેટ ભેટ કર્યા હતા. આ આઈડિયા બેલગામ જિલ્લા પરિષદના સીઈઓ આર. […]

Top Stories India
IMG 20170807 WA0185 રક્ષાબંધન પર ભાઈઓએ બહેનોને આપી આવી અનોખી ગિફ્ટ ....

રક્ષાબંધનના તહેવાર પર બહેનો ભાઈઓ તરફથી મળતી ભેટ ની ઉત્સુકતાથી રાહ જોતી હોય છે. કર્ણાટકના બેલગામમાં પણ ભાઈઓએ પોતાની બહેનોને આ મોકા પર એક અનોખી ગિફ્ટ આપી છે. રવિવારે બેલગામમાં રક્ષાબંધનનું પર્વ ધૂમધામથી માનવામાં આવ્યું હતું.

26bgbelagavirGM14JAHEN3jpgjpg e1535380563855 રક્ષાબંધન પર ભાઈઓએ બહેનોને આપી આવી અનોખી ગિફ્ટ ....

અહીં ભાઈઓએ બહેનોને સાડી, ઘરેણાં અથવા પૈસા આપવાની બદલે ટોયલેટ ભેટ કર્યા હતા. આ આઈડિયા બેલગામ જિલ્લા પરિષદના સીઈઓ આર. રામચંદ્રાનનો હતો. રામચંદ્રને વિસ્તારના પુરુષોને જાગરૂક કર્યા અને એમને આઈડિયા આપ્યો કે આ વર્ષે રક્ષાબંધન પર બહેનોને ટોયલેટ ગિફ્ટ આપે. જે હાલ સુધી ખુલ્લામાં શૌચ જવા મજબુર છે.

આ પગલું રંગ લાવ્યું અને રવિવારે રક્ષાબંધનના મોકા પર લગભગ 2400 ટોયલેટ ગિફ્ટ કરવામાં આવ્યા. બહેનોએ પણ આ ટોયલેટ સામે ભાઈઓની કલાઈ પર રાખડી બાંધી અને આ ક્ષણને કેમેરામાં કેદ કરી.

59967349 રક્ષાબંધન પર ભાઈઓએ બહેનોને આપી આવી અનોખી ગિફ્ટ ....

બેલગામ જિલ્લા પારિષદે સામાન્ય વર્ગ માટે 12 હજાર રૂપિયા અને એસસી/એસટી માટે 15 હજાર રૂપિયા પાસ કર્યા હતા. કેટલાક ભાઈઓએ પોતાના પૈસા પણ નાખ્યા અને આ ખાસ મોકા માટે ખાસ ભેટ તૈયાર કરી.

આ અનોખા આઇડિયાની ચર્ચા આખા જિલ્લામાં થઇ રહી છે. ગામવાળાને આશા છે કે બાકી લોકો પણ એમના પરિવારને સારા સ્વાસ્થ્ય અને સાફ સફાઈની આ ગિફ્ટ જરૂર આપશે.