Not Set/ આત્મહત્યા નહીં પરંતું અકસ્માત હતો ચકચારી બુરાડી કાંડ …. ખુલ્યું રહસ્ય

દિલ્હી, લગભગ ચાર મહિના પહેલા દિલ્હીના બુરાડી વિસ્તારના એક ઘરમાંથી એક સાથે 11 મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી એક જ સવાલ દરેકને સતાવી રહ્યો હતો કે આ 11 મોતનુ રહસ્ય આખરે શું છે? મોટાભાગના લોકો એ માનવા તૈયાર જ નહતા કે એક જ ઘરના 11 લોકો એકસાથે આવી રીતે આત્મહત્યા કરી શકે છે. […]

Top Stories India
collage 1530495311 આત્મહત્યા નહીં પરંતું અકસ્માત હતો ચકચારી બુરાડી કાંડ .... ખુલ્યું રહસ્ય

દિલ્હી,

લગભગ ચાર મહિના પહેલા દિલ્હીના બુરાડી વિસ્તારના એક ઘરમાંથી એક સાથે 11 મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી એક જ સવાલ દરેકને સતાવી રહ્યો હતો કે આ 11 મોતનુ રહસ્ય આખરે શું છે? મોટાભાગના લોકો એ માનવા તૈયાર જ નહતા કે એક જ ઘરના 11 લોકો એકસાથે આવી રીતે આત્મહત્યા કરી શકે છે. ત્યારે આ ખતરનાક ઘટનાના ચાર મહિના બાદ હવે આ મામલે દિલ્હી પોલીસે એક ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

Burari Deaths Case e1540477020671 આત્મહત્યા નહીં પરંતું અકસ્માત હતો ચકચારી બુરાડી કાંડ .... ખુલ્યું રહસ્ય

આ મામલે ક્રાઈમબ્રાંચે જણાવ્યુ છે કે, એ રાત્રે બુરાડીના તે ઘરમાં જે પણ ઘટના બની હતી તે હત્યા અથવા આત્મહત્યા નહોતી પરંતુ તે માત્ર એક અકસ્માત હતો.

dELHI MURDER NEWS આત્મહત્યા નહીં પરંતું અકસ્માત હતો ચકચારી બુરાડી કાંડ .... ખુલ્યું રહસ્ય

સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દેનાર આ ઘટનાના સત્ય સુધી પહોંચવા માટે દિલ્હી પોલીસની ક્રાઈમબ્રાંચે કંઈ જ બાકી રાખ્યુ નહતુ. હવે લગભગ ચાર મહિના બાદ ક્રાઈમબ્રાંચ એ નિષ્કર્ષ પર પહોંચ્યુ છે કે, 1 જુલાઈ 2018ના રોજ સર્જાયેલ બુરાડીકાંડ હત્યા કે આત્મહત્યા નહીં પણ એક અકસ્માત હતો. હકીકતમાં ક્રાઈમબ્રાંચે બુરાડીના આ મકાનમાંથી મળી આવેલા 11 મૃતદેહના મગજનુ મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરાવ્યુ હતું. જેના આધારે ક્રાઈમબ્રાંચ એ નિર્ણય પર પહોંચી કે, આ ઘટના હત્યા અથવા આત્મહત્યા નહીં પણ દુર્ઘટના હતી. આ મનોવૈજ્ઞાનિક એનાલિસીસ રીપોર્ટ છે. જેમાં સ્પષ્ટપણે જણાવાયુ છે કે, મનોવૈજ્ઞાનિક પરીક્ષણથી જાણવા મળ્યુ છે કે બુરાડી કાંડ એ આત્મહત્યા નહીં પણ પૂજા દરમિયાન થયેલ એક અકસ્માત હતો. આ અકસ્માતમાં સામેલ ઘરના કોઈપણ સભ્યને એ વાતની જાણ નહતી કે આમ કરવાથી તેમનું મૃત્યુ થઈ જશે.