Not Set/ શેરબજારમાં 500 પોઇન્ટનો કડાકો,રોકાણકારોના 2.5 લાખ કરોડ રૂપિયાનું મિનિટોમાં ધોવાણ

મુંબઇ, ભારતીય શેરબજારનો વીકએન્ડનો શુક્રવાર લાખો રોકાણકારોને રોવડાવનાર સાબિત થયો છે. ડાઉ જોન્સ ફરી એકવાર ડાઉન થતા ભારતીય શેરબજારનો સેનસેક્સ 500 પોઇન્ટ જેટલો નીચો ઉતરી ગયો હતો અને નીફ્ટી પણ 1.4 ટકા નીચો જતાં લાખો રોકાણકારો રાતા પાણીએ રડ્યાં હતા. વૈશ્વિક બજારોમાં કડાકા પાછળ ભારતીય શેરબજાર ખૂલતાની સાથે પછડાયું છે. શુક્રવારે સવારે માર્કેટ ખુલતાની સાથે […]

Top Stories
sensex 1 શેરબજારમાં 500 પોઇન્ટનો કડાકો,રોકાણકારોના 2.5 લાખ કરોડ રૂપિયાનું મિનિટોમાં ધોવાણ

મુંબઇ,

ભારતીય શેરબજારનો વીકએન્ડનો શુક્રવાર લાખો રોકાણકારોને રોવડાવનાર સાબિત થયો છે. ડાઉ જોન્સ ફરી એકવાર ડાઉન થતા ભારતીય શેરબજારનો સેનસેક્સ 500 પોઇન્ટ જેટલો નીચો ઉતરી ગયો હતો અને નીફ્ટી પણ 1.4 ટકા નીચો જતાં લાખો રોકાણકારો રાતા પાણીએ રડ્યાં હતા. વૈશ્વિક બજારોમાં કડાકા પાછળ ભારતીય શેરબજાર ખૂલતાની સાથે પછડાયું છે.

શુક્રવારે સવારે માર્કેટ ખુલતાની સાથે સેનસેક્સમાં 500 અને નિફ્ટીમાં 163 પોઇન્ટનો કડાકો બોલ્યો છે. ભારતીય શેરબજાર નીચે ગેપમાં ખૂલ્યું હતું અને એક તબક્કે 500 પોઈન્ટથી વધુ ગગડી ગયું હતું. અમેરિકન બજારના નિષ્ણાતોનું કહેવું છે કે, બજારમાં આ ઘટાડો વધતી મોંઘવારી, વધતી ટ્રેઝરી યિલ્ડ, અને શુક્રવારની સવારે આવતા જોબ આંકડાના લીધે જોવા મળી રહ્યો છે.

હોંગકોંગ શેરમાર્કેટનો ઇન્ડેક્સ પણ 2.8 પોઇન્ટ ઘટ્યો હતો,જ્યારે શાંઘાઇ કંપોઝિટ પણ 2.8 પોઇન્ટ તુટ્યો હતો.

શુક્રવારે શેરબજારો તુટતા રોકાણકારોના 2.5 લાખ કરોડ રૂપિયા ધોવાયા હોવાનું સામે આવ્યું છે. શુક્રવારે સવારે બેન્ક, ટેકનો, FMCG તેમજ ફાઈનાન્શિયલ શેર્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.