Not Set/ સીબીઆઈને હચમચાવી મુકનારા મોઇન કુરેશીની “કુકર્મ-કુંડળી” … અહીં વાંચો

2014માં જયારે રણજિત સિંહાના ઘરના મુલાકાતિઓની ડાયરી લીક થઇ, તો એમાં સામે આવ્યું કે, સીબીઆઈ ડાયરેક્ટર અને મોઇન કુરેશી વચ્ચે 15 માસમાં 70 મુલાકાત થઇ હતી.  દેશની સૌથી મોટી તપાસ એજન્સીમાં જે દંગલ ચાલી રહ્યું છે, એના તાર પણ મોઇન કુરેશી સાથે જોડાયેલા છે. કોણ છે મોઇન કુરેશી ? દૂન સ્કૂલ અને સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં […]

Top Stories India
thequint2F2017 092F5d4788b6 8c9b 46e8 a773 fa289d90d8282FPakistan politician સીબીઆઈને હચમચાવી મુકનારા મોઇન કુરેશીની "કુકર્મ-કુંડળી" ... અહીં વાંચો

2014માં જયારે રણજિત સિંહાના ઘરના મુલાકાતિઓની ડાયરી લીક થઇ, તો એમાં સામે આવ્યું કે, સીબીઆઈ ડાયરેક્ટર અને મોઇન કુરેશી વચ્ચે 15 માસમાં 70 મુલાકાત થઇ હતી.  દેશની સૌથી મોટી તપાસ એજન્સીમાં જે દંગલ ચાલી રહ્યું છે, એના તાર પણ મોઇન કુરેશી સાથે જોડાયેલા છે.

કોણ છે મોઇન કુરેશી ?

cbi 2018102217182591 650x e1540385480553 સીબીઆઈને હચમચાવી મુકનારા મોઇન કુરેશીની "કુકર્મ-કુંડળી" ... અહીં વાંચો

દૂન સ્કૂલ અને સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં ભણેલા ઉત્તર પ્રદેશના રામપુરના નિવાસી મોઇન કુરેશી વર્ષોથી દિલ્હીમાં સક્રિય હતો. પરંતુ એનું નામ ત્યારે પ્રકાશમા આવ્યું, જયારે 2014માં આઇટી વિભાગે એની વિવિધ પ્રોપર્ટી પર દરોડા પાડ્યા. કહેવામાં આવે છે કે, આ દરોડામા કરોડો રૂપિયા ઉપરાંત કથિત હવાલા ઓપરેટરે પોતે જ રેકોર્ડ કેરલી ટેપ પણ મળી આવી હતી. ઉપરાંત એ પણ સામે આવ્યું કે, સીબીઆઈના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ મોઇન કુરેશી સાથે સંપર્કમાં હતા.

મોઇન કુરેશીએ 90ના દશકથી ઉત્તર પ્રદેશના રામપુરમાં કસાઇખાનાથી વ્યવસાયની શરૂઆત કરી હતી. દિલ્હીમાં રાજનીતિજ્ઞો અને અધિકારીઓ સાથે સારા સંબંધો હોવાના કારણે થોડા સમયમાં જ કુરેશી માંસના મોટા કારોબારી બની ગયા. એમણે અલગ-અલગ 25 કંપનીઓ ખોલી જેમાં, કન્સ્ટ્રક્શન કંપની અને ફેશન કંપની પણ સામેલ છે. હાલ, કુરેશી વિરુદ્ધ હવાલા મામલે તપાસ ચાલુ છે, અને એની ધરપકડ પણ કરવામાં આવી છે.

moin qureshi 7591 e1540385631348 સીબીઆઈને હચમચાવી મુકનારા મોઇન કુરેશીની "કુકર્મ-કુંડળી" ... અહીં વાંચો

ભારતના ઇતિહાસમાં પહેલી વાર સીબીઆઈ પોતાના જ સ્પેશિયલ ડાયરેક્ટર વિરુદ્ધ ષડયંત્ર કરવા અને ભ્રષ્ટાચારની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે. આ મામલે સીબીઆઈ Dy. SP દેવેન્દ્ર કુમારની ધરપકડ પણ કરવામાં આવી છે. અને સાત દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.

જોકે, મેરઠમાં માંસના વેપાર સાથે જોડાયેલા લોકો મોઇન કુરેશીને અલગ જ રૂપમાં જોવે છે. એમનું કહેવાનું છે કે આ શખ્સે માંસ નિકાસને નવી જ દિશા આપી. કુરેશીએ મૃત જાનવરોના હાડકાનું પ્રોસેસિંગ ચાલુ કર્યું. આખા દેશમાં આવું કામ કરવાવાળા મોઇન કુરેશી એકલો વ્યક્તિ હતો. આ પ્રોસેસિંગ બાદ ચીન, જર્મની વગેરે દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવતું હતુ. જેમાં કુરેશીએ કરોડો રૂપિયા કમાયા.