Not Set/ ધો.12 અર્થશાસ્ત્રનું પેપર 25 એપ્રિલે થશે, ધો.10ની પરીક્ષા જુલાઈમાં થઈ શકે તેવી સંભાવના

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE)ના પેપર લીક મામલે શુક્રવારે પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરી છે. ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા 25 એપ્રિલના રોજ લેવામાં આવશે. જયારે ધોરણ 10ની પરીક્ષાને લઈને હજી સુંધી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. શિક્ષણ સચિવ અનિલ સ્વરૂપે એક પ્રેસકોન્ફરન્સ કરીને પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરતા કહ્યું કે, 12માં ધોરણની અર્થશાસ્ત્રની પરીક્ષા […]

Top Stories
dsggggdg ધો.12 અર્થશાસ્ત્રનું પેપર 25 એપ્રિલે થશે, ધો.10ની પરીક્ષા જુલાઈમાં થઈ શકે તેવી સંભાવના

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE)ના પેપર લીક મામલે શુક્રવારે પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરી છે. ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા 25 એપ્રિલના રોજ લેવામાં આવશે. જયારે ધોરણ 10ની પરીક્ષાને લઈને હજી સુંધી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.

શિક્ષણ સચિવ અનિલ સ્વરૂપે એક પ્રેસકોન્ફરન્સ કરીને પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરતા કહ્યું કે, 12માં ધોરણની અર્થશાસ્ત્રની પરીક્ષા દેશભરમાં લેવાશે. જયારે ધોરણ 10ની ગણિતની પરીક્ષા જુલાઈમાં થઈ શકે છે. જે ફક્ત દિલ્હી, એનસીઆર અને હરિયાણામાં થશે. આ મામલે 15 દિવસમાં નિર્ણય લેવામાં આવશે. જરૂર પડશે તો પરીક્ષા લેવામાં આવશે.

સ્વરૂપે કહ્યું હતું કે, પેપર લીકની સમસ્યા ભારતની બહાર પેપર લીક થવાની કોઈ ચૂચના નથી મળી, એટલે બહાર કોઈ પરીક્ષા કરવાની જરૂરત નથી. તેમને ધોરણ 10ના ગણિતના પેપર વિષે સાફ કહ્યું હતું કે પેપર લીક દિલ્હી અને હરિયાણામાં થયું હતું માટે ત્યાં જ ફરીથી પરીક્ષા કરવામાં આવશે. જો આ પરીક્ષા થશે તો જુલાઈમાં થશે.