Not Set/ સળગતા બિહાર સાથે રાજનીતિ પણ સળગી, જેડીયુએ ભાજપને કેવી આપી ચેતવણી વાંચો

17 માર્ચે ભાગલપુરમાં શરુ થયેલ સાંપ્રદાયિક તનાવ આગળ ફેલાઈ જ રહ્યો છે. ભાગલપુરથી શરુ થયેલી સાંપ્રદાયિક હિંસાની આગ ધીરે ધીરે ઔરંગાબાદ, સમસ્તીપુર, મુંગેર, સીવાન, અને નાલંદા જેવા 9 જીલ્લા સુધી પહોંચી ગઈ છે.  . બિહારમાં રામ નવમી પછી ભડકેલી હિંસા હજુ પણ શાંત થઈ નથી અને ફરી તે જગ્યાએ માહોલ બગડી ગયો છે. બિહારનાં નવાદામાં મૂર્તિ […]

Top Stories
સળગતા બિહાર સાથે રાજનીતિ પણ સળગી, જેડીયુએ ભાજપને કેવી આપી ચેતવણી વાંચો

17 માર્ચે ભાગલપુરમાં શરુ થયેલ સાંપ્રદાયિક તનાવ આગળ ફેલાઈ જ રહ્યો છે. ભાગલપુરથી શરુ થયેલી સાંપ્રદાયિક હિંસાની આગ ધીરે ધીરે ઔરંગાબાદ, સમસ્તીપુર, મુંગેર, સીવાન, અને નાલંદા જેવા 9 જીલ્લા સુધી પહોંચી ગઈ છે.  .

બિહારમાં રામ નવમી પછી ભડકેલી હિંસા હજુ પણ શાંત થઈ નથી અને ફરી તે જગ્યાએ માહોલ બગડી ગયો છે. બિહારનાં નવાદામાં મૂર્તિ તોડવા પર બે સમુદાય વચ્ચે ઝઘડો થયો હતો જે હિંસાએ હાલ વિશાળ રૂપ ધારણ કરી લીધું છે.

29 માર્ચની રાતે નવાદા બાયપાસ પર મૂર્તિ તોડવામાં આવી હતી. જે પાછી હાલત બેકાબુ બની હતી. ગાડીઓ તોડવા સિવાય ઘણી દુકાનોમાં પણ આગ લગાડવામાં આવી હતી. માહોલને કાબુમાં લાવવા માટે પોલીસે 10 રાઉન્ડ ફાયરીંગ પણ કરવી પડી હતી. નવાદા કેન્દ્રીયમંત્રી ગીરીરાજ સિંહનું સંસદીય ક્ષેત્ર છે.

આ સંજોગોને કાબુમાં લાવવા માટે ઈન્ટરનેટ સેવા પર રોક લગાવી દેવામાં આવી હતી. આ હિંસાને કાબુમાં લાવવા માટે ઘટના ગ્રસ્ત ક્ષેત્રમાં સુરક્ષાબળને સ્થાયી કરવામાં આવ્યું છે.

સોમવારે સુરક્ષાબળ સામે જ એક સમુદાયે લોકોની દુકાનને આગને હવાલે કરી હતી. આથી મંગળવાર સવારથી જ સુરક્ષાબળનાં જવાનો ઔરંગાબાદનાં વરિષ્ઠ અધિકારીઓના નૈતૃત્વમાં માર્ચ કરી રહ્યા છે.

અત્યાર સુધી ભાડકેલી હિંસાના મામલામાં પોલીસે 150 જેટલા લોકોને ગિરફ્તાર કરી લીધા છે.

કેન્દ્રીયમંત્રી અને બીજેપી નેતા અશ્વિની ચૌબેના પુત્ર અરિજીત ચૌબે પર પણ દંગા ભડકાવવાનાં આરોપ લાગ્યા છે.

ઔરંગાબાદ દંગના આરોપી બીજેપી નેતા અનીલ સિંહને પોલીસે ગીરફ્તાર કર્યા હતા તે હવે પોલીસ કસ્ટડીથી ફરાર થઇ ગયા છે. સમાચાર એએનઆઇના જણાવ્યા પ્રમાણે ગુરુવારે જ તે નેતા કસ્ટડીથી ફરાર થઇ ગયા છે, જે પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે.

RJD નેતા તેજસ્વી યાદવે અરિજિત સિંહને ઘેરતા ટ્વિટ દ્વારા નીતીશ સરકારને ચુનોતી આપી હતી કે “મને માત્ર ચાર સૈનિકો આપી દો હું ગમે ત્યાંથી અશ્વિની ચૌબેના પુત્રને પકડી લાવીશ. નીતીશ સરકામાં હવે તાકાત નથી રહી આ માટે કલેજું હોવું જોઇએ”

બિહારમાં તેજીથી ફેલાઈ રહેલી હિંસાની આગમે લઈને નીતીશ કુમારને સવાલોના ઘેરામાં લેવામાં આવી રહ્યા છે. વિપક્ષ વારંવાર નીતીશ સરકાર પર દંગા ભડકાવવા વાળાઓને સંરક્ષણ આપવાના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે.

RJD ના નેતા લાલુ યાદવે નીતીશ પર નિશાનો સાધતા કહ્યું છે કે “નીતીશ કુમારનાં સાશનનો હવે અંત આવી ગયો છે. પુરા બિહાર રાજ્યમાં હિંસાનો માહોલ ફેલાઈ ગયો છે.” વધુમાં તેમને જણાવ્યું હતું કે BJP એ પુરા રાજ્યને સળગાવી નાખ્યું છે.

એક વીડિઓ બહાર આવ્યો છે, જેમાં સ્થાનીય ભાજપ સાંસાદ સુશીલ સિંહ દંગા ક્રિયાની પ્રતિક્રીયા પર વાત કરી રહ્યા છે.

જેડીયુના મહાસચીવ કેસી ત્યાગીએ પોતાના સહયોગી દલ બીજેપીને એક સંદેશો મોકલ્યો હતો. તેમાં તેમણે BJP ને જણાવ્યું હતું કે બીજેપી એવી કોઈ પણ ગતિવિધિઓમાં શામેલ ના થાય અથવા એવી કોઈ ગતિવિધિઓનું સમર્થન ન કરે જેથી વિપક્ષ ગઠબંધન-સરકાર પર આંગડી ઉઠાવી શકે.

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે તેમનું મૌન તોડ્યું હતું. જેડી(યુ)ના વડાએ પક્ષના સાથી ભાજપના પ્રધાનોને ચીમાકી આપી હતી કે “કોમવાદી રાજકારણ ક્યારેય સહન કરી લેવામાં  નહીં આવે.”

જાણીતા પત્રકાર રવીશ કુમારે પોતાના બિહારી ભાઈઓ-બહેનો માટે ચિંતા વ્યાકત કરતા કહ્યું હતુ કે “આપણું શહેર સળગી રહ્યું છે. આ તમાશામાં કોઈનું ભલું નથી. રાજનેતાઓને દંગાના ધુમાડાનું જ બહાનું જોઈતું હોય છે જેથી તેની પાછળ  સંતાઈ તે પોતાના વોટ લઈ શકે. ઘર તમારું સળગશે અને તાજ તેમના માથા પર ચમકશે.”