Not Set/ VIDEO : દિલ્હીમાં કાયદાની થઇ ઐસી કી તૈસી, ચપ્પાની અણીએ આ રીતે કરાઈ લૂંટ

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની શું સ્થિતિ છે તે વધુ એકવાર પુરવાર થયું છે, ત્યાં ચપ્પાની અણી પર અજાણ્યા શખ્સો એક મહિલાના આભૂષણો લૂંટીને ફરાર થઇ ગયા હતા. હકીકતમાં, આ ઘટના દિલ્હીના દયાલપુર ક્ષેત્રની છે, જ્યાં એક મહિલા પોતાના પુત્ર સાથે રસ્તાના માર્ગે જઈ રહી હતી, ત્યારે બાઈક લઈને ધસી આવેલા ચેન […]

Top Stories India Trending Videos
new delhi VIDEO : દિલ્હીમાં કાયદાની થઇ ઐસી કી તૈસી, ચપ્પાની અણીએ આ રીતે કરાઈ લૂંટ

નવી દિલ્હી,

દેશની રાજધાની દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની શું સ્થિતિ છે તે વધુ એકવાર પુરવાર થયું છે, ત્યાં ચપ્પાની અણી પર અજાણ્યા શખ્સો એક મહિલાના આભૂષણો લૂંટીને ફરાર થઇ ગયા હતા.

હકીકતમાં, આ ઘટના દિલ્હીના દયાલપુર ક્ષેત્રની છે, જ્યાં એક મહિલા પોતાના પુત્ર સાથે રસ્તાના માર્ગે જઈ રહી હતી, ત્યારે બાઈક લઈને ધસી આવેલા ચેન સ્નેચર મહિલાના ગળામાંથી સોનાના આભૂષણ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમયે આભૂષણ સ્નેચરના હાથમાં આવ્યા ન હતા, તે બાઈક પરથી નીચે ઉતર્યો અને ત્યારબાદ ચપ્પુ બતાવી ઘરેણા છીનીને ફરાર થઇ ગયા હતા.

જો કે આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી. ત્યારબાદ આ મામલે પોલીસ દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ પાસેથી સોનાની ચેન પણ જપ્ત કરી છે.