Not Set/ છત્તીસગઢમાં દરેક ૩ માંથી એક MLA પર છે દાખલ છે ક્રિમિનલ કેસ, જુઓ આ રિપોર્ટ

રાયપુર, છત્તીસગઢમાં હાલમાં જ સમાપ્ત થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો જ્વલંત વિજય થયો છે અને ૧૫ વર્ષ બાદ સત્તા પર પાછી આવી છે જયારે ભાજપની ડો. રમણસિંહ સરકારનો કારમો પરાજય થયો છે. આ વચ્ચે રાજ્યની વિધાનસભાના ૯૦ MLAને લઈ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં પ્રતિ ત્રીજા MLA પર કોઈ ને કોઈ ગુનો દાખલ થયેલો […]

Top Stories India Trending
318617353406285702onenew66 657461443 6 છત્તીસગઢમાં દરેક ૩ માંથી એક MLA પર છે દાખલ છે ક્રિમિનલ કેસ, જુઓ આ રિપોર્ટ

રાયપુર,

છત્તીસગઢમાં હાલમાં જ સમાપ્ત થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો જ્વલંત વિજય થયો છે અને ૧૫ વર્ષ બાદ સત્તા પર પાછી આવી છે જયારે ભાજપની ડો. રમણસિંહ સરકારનો કારમો પરાજય થયો છે.

આ વચ્ચે રાજ્યની વિધાનસભાના ૯૦ MLAને લઈ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં પ્રતિ ત્રીજા MLA પર કોઈ ને કોઈ ગુનો દાખલ થયેલો છે, જયારે કુલ બેઠકોના ૩/૪ એટલે કે ૭૬ ટકા ધારસભ્યો કરોડપતિ છે.

એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ મુજબ, છત્તીસગઢમાં ૯૦ ધારાસભ્યોમાંથી ૨૪ MLA પર ક્રિમિનલ કેસ દાખલ છે, જયારે ૧૩ MLA એવા છે તેઓ પર ગંભીર પ્રકારના ગુનાઓ દાખલ થયા છે. આ સાથે કુલ ૩૭ MLA પર ક્રિમિનલ કેસ દાખલ થયા છે.

Related image

આ ઉપરાંત રિપોર્ટમાં જણાવ્યા મુજબ, કુલ ૯૦માંથી ૬૮ ધારાસભ્યો કરોડપતિ છે, જયારે આ ચૂંટણીના મેદાનમાં કુલ ૨૮૫ કરોડપતિ ઉમેદવાર પોતાની કિસ્મત અજમાવી હતી.

રાજ્યના સૌથી અમીર ઉમેદવાર તરીકે કોંગ્રેસના ટી એસ સિંહદેવ છે, જેઓ અંબિકાપૂરથી ચૂંટણી લડી રહ્યા હતા. તેઓએ અંદાજે ૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ દર્શાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની વિધાનસભાની કુલ ૯૦ બેઠકોમાંથી કોંગ્રેસ સૌથી વધુ ૬૮, ભાજપ ૧૫, બસપા ૨ સીટ જીતી હતી.