Not Set/ જે કામ પાકિસ્તાન ૭૦ વર્ષમાં ના કરી શક્યું, તે મોદી-શાહની જોડીએ ૩ વર્ષમાં કર્યું : કેજરીવાલ

કલકત્તા, લોકસભાની ચૂંટણી પહેલા વર્તમાન મોદી સરકાર વિરુધ દેશની વિપક્ષી પાર્ટીના નેતાઓ દ્વારા બ્યુગલ ફૂકવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. આ જ અરસામાં મિશન ૨૦૧૯ના ભાગરૂપે કલકત્તામાં આયોજિત કરાયેલા વિપક્ષી પાર્ટીના સૌથી મોટા જમાવડામાં દેશની રાજકીય પાર્ટીઓના મોટા નેતાઓ પહોચ્યા છે. #WestBengal: Opposition leaders at TMC led 'United India' rally in Kolkata pic.twitter.com/VqHPZi5CAf— ANI (@ANI) January […]

India Trending
DxRApazWsAAmu m જે કામ પાકિસ્તાન ૭૦ વર્ષમાં ના કરી શક્યું, તે મોદી-શાહની જોડીએ ૩ વર્ષમાં કર્યું : કેજરીવાલ

કલકત્તા,

લોકસભાની ચૂંટણી પહેલા વર્તમાન મોદી સરકાર વિરુધ દેશની વિપક્ષી પાર્ટીના નેતાઓ દ્વારા બ્યુગલ ફૂકવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. આ જ અરસામાં મિશન ૨૦૧૯ના ભાગરૂપે કલકત્તામાં આયોજિત કરાયેલા વિપક્ષી પાર્ટીના સૌથી મોટા જમાવડામાં દેશની રાજકીય પાર્ટીઓના મોટા નેતાઓ પહોચ્યા છે.

આ દરમિયાન રેલીને સંબોધતા વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ વર્તમાન મોદી સરકાર પર હુમલો બોલ્યો હતો.

મલ્લિકાર્જુન ખડગે : 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ મમતા મંચ પરથી ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું, “દેશની બંધારણીય સંસ્થાઓને ખતરામાં છે. બંધારણની વિરુધ કામ કરનાતી તાકાતોને હરાવવી પડશે. ખેડૂતોથી લઈ સેનાના જવાનો સુધી, યુવાનોની રોજગારીથી લઇ આર્થિક વિકાસના રસ્તા પર સરકાર નિષ્ફળ રહી છે”.

ન ખાઉંગા ન ખાને દૂંગા બોલનારા અદાણી, અંબાણીને ખવડાવ્યું છે. રાફેલ ગોટાળામાં ૩૦ હજાર કરોડ રૂપિયાનો નફો તેઓએ અંબાણીને અપાવવા માટેનું કામ કર્યું છે.

આજે ૧ કરોડ ૬૦ લાખ લોકો બેરોજગાર છે. બે કરોડ નોકરી આપવાને બદલે નોકરીઓ છીનવી લેવામાં આવી રહી છે.

ચંદ્રાબાબુ નાયડુ : 

17 011919021712 જે કામ પાકિસ્તાન ૭૦ વર્ષમાં ના કરી શક્યું, તે મોદી-શાહની જોડીએ ૩ વર્ષમાં કર્યું : કેજરીવાલ

TDP પ્રમુખ અને આંધ્રપ્રદેશના પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું, “પીએમ મોદીએ ઘણા વાયદાઓ કર્યા પરંતુ કઈ પણ પૂરું કર્યું નથી. તેઓ પર્ફોમિંગ પ્રાઈમ મિનિસ્ટર નહિ પણ, પબ્લિસિટી પીએમ છે. ખેડૂતો પરેશાન છે.

ભ્રષ્ટાચારના મામલે મોદી સરકાર ટોપ પર છે. નોટબંધીનો નિર્ણયથી ATM મશીન ખાલી પડી ગયા હતા અને લોકોને બેંકોમાંથી ખાલી હાથે જવું પડ્યું હતું. લાખોની સંખ્યામાં લોકો પરેશાન થયા હતા.

કર્ણાટકમાં સત્તા પર બિરાજમાન થવા માટે મોદી સરકારે MLAની બોલી લગાવી અને તેઓને પૈસાથી એ રીતે ખરીદ્યા માટે કોશિશ કરાઈ કે તેઓ જાનવર હોય.

CBI, ED તેમજ અન્ય સંસ્થાઓનો દુરપયોગ કરવામાં આવી રહ્યો છે.

અરવિંદ કેજરીવાલ :

16 011919020239 જે કામ પાકિસ્તાન ૭૦ વર્ષમાં ના કરી શક્યું, તે મોદી-શાહની જોડીએ ૩ વર્ષમાં કર્યું : કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ દેશને બર્બાદ કરી નાખ્યો છે. આજે દેશનો યુવાન પરેશાન છે, તેની પાસે નોકરી નથી.

આંજે દેશમાં સવા સો કરોડ નોકરીઓ સમાપ્ત થઇ ગઈ છે. ખેડૂતો ભાજપથી પરેશાન છે, આત્ત્મ્હત્યા કરી રહ્યા છે. તેઓની ઉપજ બર્બાદ થાય છે ત્યારે વડાપ્રધાન ઇન્શ્યોરન્સ કંપનીઓના હવાલે કરી દે છે.

છેલ્લા ૭૦ વર્ષમાં પાકિસ્તાનનું સપનું હતું કે ભારતના ભાગલા પાડવામાં આવે. તેથી ૭૦ વર્ષમાં જે કામ પાકિસ્તાન કરી શક્યું નથી તે મોદી અને અમિત શાહની જોડીએ ત્રણ વર્ષમાં કર્યું છે.

તેઓએ હિંદુ – મુસલમાનને લડાવ્યા, મુસલમાનને ઈસાઈઓ સાથે લડાવ્યા છે. તેઓ જો બીજીવાર આવશે તો દેશ બર્બાદ થઇ જશે.