Not Set/ મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને આપી શકે છે ભેટ : મોંઘવારી ભથ્થામાં કરાશે આટલો વધારો

કેન્દ્રની મોદી સરકાર થોડા સમયમાં જ કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓને ખુશ કરવા માટે મોદી સરકાર એમને મળવાવાળા મોંઘવારી ભથ્થાંમાં 2 ટકાનો વધારો કરી શકે છે. બુધવારે થનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થાંને વધારવાને લઈને ફેંસલો લેવામાં આવી શકે છે. આ સાથે જ મોંઘવારી ભથ્થાંમાં થનારો 2 ટકાના વધારાનો લાભ કેન્દ્ર સરકારના પેંશન ધારકોને […]

Top Stories India
228033 547144 rs 2000 note1 મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને આપી શકે છે ભેટ : મોંઘવારી ભથ્થામાં કરાશે આટલો વધારો

કેન્દ્રની મોદી સરકાર થોડા સમયમાં જ કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓને ખુશ કરવા માટે મોદી સરકાર એમને મળવાવાળા મોંઘવારી ભથ્થાંમાં 2 ટકાનો વધારો કરી શકે છે. બુધવારે થનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થાંને વધારવાને લઈને ફેંસલો લેવામાં આવી શકે છે.

આ સાથે જ મોંઘવારી ભથ્થાંમાં થનારો 2 ટકાના વધારાનો લાભ કેન્દ્ર સરકારના પેંશન ધારકોને મળશે. આશા રાખવામાં આવી રહી છે કે વધારાનું મોંઘવારી મોંઘવારી ભથ્થું 1 જુલાઈ 2018થી લાગુ થશે.

ascending graph 1173935 1280 e1535456527825 મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને આપી શકે છે ભેટ : મોંઘવારી ભથ્થામાં કરાશે આટલો વધારો

 

આ પહેલા માર્ચમાં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું 5 ટકા વધારીને 7 ટકા કર્યું હતું. આ વધારાને 1 જાન્યુઆરી 2018થી લાગુ કરવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેંશન ધારકો માટે સારી ખબર આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું છે. કેબિનેટે આની મંજૂરી આપતા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંમાં 2 ટકાનો વધારો કર્યો છે.

કેન્દ્ર સરકારે ગઈ વખતે મોંઘવારી ભથ્થામાં વધારો કરતા, 48.41 લાખ કર્મચારીઓ અને 61.17 લાખ પેંશન ધારકોને ફાયદો મળ્યો હતો. કેન્દ્ર સરકારે 12 સપ્ટેમ્બર 2017 કર્મચારીઓ તેમજ પેંશન ધારકોના મોંઘવારી ભથ્થામાં એક ટકાનો વધારો કરીને પાંચ ટકા કર્યો હતો.