Not Set/ કેજરીવાલ સરકારનો મોટો ફેંસલો : ધારાસભ્ય ફંડ વધારીને કર્યું બેગણું

દિલ્હી સરકારે ધારાસભ્ય ફંડ વધારવાનો ફેંસલો કર્યો છે. અરવિંદ કેજરીવાલ કેબિનેટે ધારાસભ્ય નિધિમાં 6 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. જે બાદ આ રકમ 10 કરોડ રૂપિયા થઇ ગઈ છે. આ ફેંસલો દિલ્હી કેબિનેટની મિટિંગમાં લેવામાં આવ્યો છે. જેમાં ધારાસભ્યોનું ફંડ વધારવા પર મહોર લગાવવામાં આવી છે. હાલ ધારાસભ્ય ફંડ 4 કરોડ હતું, જેને વધારીને 10 […]

Top Stories India
712129 arvind kejriwal 09 કેજરીવાલ સરકારનો મોટો ફેંસલો : ધારાસભ્ય ફંડ વધારીને કર્યું બેગણું

દિલ્હી સરકારે ધારાસભ્ય ફંડ વધારવાનો ફેંસલો કર્યો છે. અરવિંદ કેજરીવાલ કેબિનેટે ધારાસભ્ય નિધિમાં 6 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. જે બાદ આ રકમ 10 કરોડ રૂપિયા થઇ ગઈ છે.

આ ફેંસલો દિલ્હી કેબિનેટની મિટિંગમાં લેવામાં આવ્યો છે. જેમાં ધારાસભ્યોનું ફંડ વધારવા પર મહોર લગાવવામાં આવી છે. હાલ ધારાસભ્ય ફંડ 4 કરોડ હતું, જેને વધારીને 10 કરોડ કરવામાં આવ્યું છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ મંગળવારે વિધાનસભામાં આ જાણકારી આપી હતી.

જણાવી દઈએ કે ધારાસભ્ય ફંડને લઈને ખુબ વિવાદ થતો રહ્યો છે. નજીબ જંગ ઉપરાજ્યપાલ હતા ત્યારે પણ કેજરીવાલ સરકારે ઘણી વાર ધારાસભ્ય ફંડ વધારવાની કોશિશ કરી હતી. અને નજીબ જંગ એ ફાઈલ પરત મોકલાવી હતી. આ મુદ્દે આમ આદમી પાર્ટી એ ખુબ વિવાદ કર્યો હતો.

હવે જયારે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારના અધિકારો વધારી દીધા છે, ત્યારે કેજરીવાલ કેબિનેટે ફરી વાર ધારાસભ્ય ફંડ વધારવાનો ફેંસલો કર્યો છે. જોકે, આ પહેલા ખબરો આવી હતી કે પૈસા ખર્ચ થઇ રહ્યા. આમ આદમી પાર્ટી ના ધારાસભ્યો અધિકારીઓ પર વિકાસ કાર્યોમાં અડચણ પેદા કરવા અને નગર નિગમની બાધાઓનો હવાલો આપતા ફંડ પૂરું ખર્ચ ના થઇ શકતું હોવાનો દાવો કરતા હતા.