Not Set/ શું ખરેખર આવતી કાલે સરકાર કરાવશે દિલ્લીમાં કૃત્રિમ વરસાદ !

દિલ્હી સરકાર પ્રદુષણની સમસ્યાને હલ કરવા માટે રોજ કઈક નવા ઉપાય કરતી રહે છે. હાલ દિલ્હીમાં પ્રદુષણના લીધે કેટલાયના સ્વાસ્થ્ય પર અસર થઇ રહી છે. ઝેરી હવાથી બચવા માટે સરકાર કૃત્રિમ વરસાદ કરવાનું વિચારી રહી છે. જો આ વરસાદથી સફળતા મળશે તો લખનૌ સહિત બીજા જે પ્રદુષિત શહેરો છે ત્યાં પણ આ ઉપાય અજમાવવામાં આવશે. […]

Top Stories India Trending Politics
maxresdefault 21 શું ખરેખર આવતી કાલે સરકાર કરાવશે દિલ્લીમાં કૃત્રિમ વરસાદ !

દિલ્હી સરકાર પ્રદુષણની સમસ્યાને હલ કરવા માટે રોજ કઈક નવા ઉપાય કરતી રહે છે. હાલ દિલ્હીમાં પ્રદુષણના લીધે કેટલાયના સ્વાસ્થ્ય પર અસર થઇ રહી છે.

ઝેરી હવાથી બચવા માટે સરકાર કૃત્રિમ વરસાદ કરવાનું વિચારી રહી છે. જો આ વરસાદથી સફળતા મળશે તો લખનૌ સહિત બીજા જે પ્રદુષિત શહેરો છે ત્યાં પણ આ ઉપાય અજમાવવામાં આવશે.

૨૧ નવેમ્બરના રોજ થશે કૃત્રિમ વરસાદ 

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જો બધું બરાબર રહેશે તો ૨૧ નવેમ્બરના રોજ કૃત્રિમ વરસાદ કરવામાં આવશે. જો કે આ મામલે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે દરેક સુરક્ષાની મંજુરી મેળવી લીધી છે.

પ્રદુષણથી બચવા માટે જો દિલ્લીમાં કૃત્રિમ વરસાદ કરવાની યોજના સફળ થશે તો આવનારા થોડાક સમયમાં એનસીઆરના પણ કેટલાક શહેરોમાં આ વરસાદ કરવામાં આવી શકે છે પરંતુ હાલ દિલ્લીને ટાર્ગેટ કરવામાં આવ્યું છે.

દિલ્લી પછી વારો છે બીજા આ પ્રદુષિત શહેરનો 

૨૧ નવેમ્બરની તારીખ કૃત્રિમ વરસાદ માટે નક્કી કરવામાં આવી છે.પર્યાવરણ મંત્રાલયે સોમવારે આઈઆઈટી કાનપુર, ઈસરો અને આ યોજના પર કામ કરી રહેલા હવામાન વિભાગે સાથે ભેગા મળીને આ યોજનાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. જો આ યોજનામાં તેઓ સફળ રહેશે તો દિલ્લી પછી ગાઝીયાબાદ, નોએડા, ગુરુગ્રામ, ફરીદાબાદ અને લખનૌ શહેરનો વારો છે.

ઉત્તર પ્રદેશની સરકારે આ યોજના પર પોતાનો ઉત્સાહ દર્શાવ્યો છે.

શું હોય છે કૃત્રિમ વરસાદમાં ?

કૃત્રિમ વર્ષા કરાવવા માટે કૃત્રિમ વાદળ બનાવવામાં આવે છે. આ વાદળ પર સિલ્વર આયોનાઈડ અને સુકો બરફ જેવા ઠંડા કરનારા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં કૃત્રિમ વરસાદ થાય છે. માનવનિર્મિત વાદળો બનાવવામાં આવે છે.

કૃત્રિમ વરસાદનું બીજું નામ કલાઉડ-સીડીગ પણ છે.

કૃત્રિમ વરસાદનો પ્રયોગ સૌ પ્રથમ ફેબ્રુઆરી ૧૯૪૭માં જનરલ ઇલેક્ટ્રિક લેબ દ્વારા ઓસ્ટ્રેલીયામાં કરવામાં આવ્યું હતું.